• Home
  • News
  • કૃષ્ણપ્પા ગૌતમ IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો, CSKએ આટલા કરોડમાં ખરીદ્યો
post

ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે આઈપીએલમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2018મા કરી હતી અને છેલ્લી ત્રણ સીઝનમાં 24 મેચ રમી ચુક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:21:40

નવી દિલ્હીઃ આઈપીએલ 2021ની સીઝન માટે ચેન્નઈમાં ચાલી રહેલી હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે કર્ણાટકના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ગૌતમ માટે સીએસકે અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ, પરંતુ આખરે એમએસ ધોનીની ટીમે ગૌતમને 9.25 કરોડમાં ખરીદી લીધો. આ સાથે ગૌતમ આઈપીએલના ઈતિહગાસમાં સૌથી મોંઘો અનકેપ્ટ ખેલાડી પણ બની ગયો છે. 

ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે આઈપીએલમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2018મા કરી હતી અને છેલ્લી ત્રણ સીઝનમાં 24 મેચ રમી ચુક્યો છે. તેમાં તેણે 13 વિકેટ ઝડપી તો 186 રન બનાવ્યા છે. તો તેના ટી20 કરિયરની વાત કરીએ તો તેણે 62 મેચોમાં 15.63ની એવરેજથી 594 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં તેનો બેસ્ટ સ્કોર 60 રન છે. બોલિંગમાં આ 32 વર્ષીય ખેલાડીએ 41 વિકેટ ઝડપી છે. 

ગૌતમ ડોમેસ્ટિક ક્રિકેટમાં ચર્ચિત નામ છે અને હાલમાં તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. જેથી ચેન્નઈએ તેના પર આટલા રૂપિયા ખર્ચ્યા છે. તેણે 42 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1045 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેણે કુલ 166 વિકેટ પણ ઝડપી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post