• Home
  • News
  • લદ્દાખ પાસે ચીને કર્યું નવી મિસાઈલનું પરીક્ષણ, રાતભર કર્યો રોકેટનો વરસાદ
post

PLAની બ્રિગેડે પશ્ચિમ ઉત્તર ચીનના રણમાં લાઈવ ફાયર ડ્રિલ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 10:21:53

પૂર્વ લદ્દાખમાં યુદ્ધ જેવા માહોલ વચ્ચે ચીને પોતાના ઉત્તર-પશ્ચિમ રણ વિસ્તારમાં નવી મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. એટલું જ નહીં ચીની સેનાએ રાતના સમયે યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો કે, PLAની બ્રિગેડે પશ્ચિમ ઉત્તર ચીનના રણમાં લાઈવ ફાયર ડ્રિલ કર્યું છે. આ દરમિયાન એક નવી મિસાઈલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે, ચીની સેનાએ રાતના સમયમાં પણ હુમલો કરવાનો અભ્યાસ કર્યો હતો. ચીની સેનાએ રોકેટ છોડ્યા તો અનેક રીતના બોમ્બનું પણ પરીક્ષણ કર્યું હતું. ચીન અને ભારત વચ્ચે પૂર્વ લદ્દામાં મેથી શરૂ થયેલ તણાવ હવે વધારે ગંભીર બની ગયો છે. ગલવાન ઘાટીમાં હિંસા બાદ પેંગોંન્ગ લેક ઉપર પણ બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. ચીને આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ તેના પર ગોળીબાર કર્યો છે. તો આ બધા વચ્ચે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આ ક્ષેત્રમાં જંગી સેના અને હથિયાર તહેનાત કરવાનું તેજ કરી દીધું છે. દેશના અલગ અલગ ભાગોથી આ સેનાને અહીં બોલાવવામાં આવી રહી છે.

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સના સુરક્ષા એક્સપર્ટના હવાલાથી દાવો કર્યો છે કે, ચીની PLAએ સુરક્ષાબળો અને જંગી હથિયારોની તહેનાતી વધારી દીધી છે અને આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અખબાર પ્રમાણે એર ડિફેન્સ, પેરા ટ્રૂપર, સ્પેશિયલ ફોર્સ અને ઈન્ફેન્ટ્રીને દેશભરના ભાગોથી બોલાવીને આ ક્ષેત્રમાં લગાવવામાં આવી રહ્યા છે.

ગ્લોબલ ટાઈમ્સે પબ્લિક મીડિયા રિપોર્ટ્સના હવાલાથી દાવો કર્યો કે લાંબા અંતરના ઓપરેશન, તહેનાતી માટે અભ્યાસ અને લાઈવ ફાયર ડ્રિલ અનેક અઠવાડિયાથી ચાલુ છે. આ કાર્યવાહી ઉત્તર પશ્ચિમ ચીનના રણ અને દક્ષિણ ચીનના તિબ્બત ક્ષેત્રમાં કરવામાં આવી રહી છે. તો ચીન સેન્ટ્રલ ટેલિવિઝને ગત અઠવાડિયે દાવો કર્યો હતો કે પીએલએની 71મી ગ્રૃપ સેનાના HJ 10 એન્ટી ટેન્ક મિસાઈલ સિસ્ટમ પૂર્વ ચીનના જિયાંગસૂ વિસ્તારના ગોબી રણમાં પહોંચી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post