• Home
  • News
  • કેનેડા ઓપનની ફાઈનલમાં લક્ષ્ય સેન:પીવી સિંધુ સેમિફાઈનલમાં બહાર, ટોચની ક્રમાંકિત અકાને યામાગુચીએ 21-14, 21-15થી હરાવી
post

પીવી સિંધુની ગોલ્ડ મેડલની આશા તૂટી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:15:13

યુવા ભારતીય શટલર લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. લક્ષ્યે કેલગરીમાં ચાલી રહેલી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જાપાનના કેન્ટા નિશિમોટોને હરાવ્યો હતો. શનિવારે મેન્સ અને વુમન્સ સિંગલ કેટેગરીની સેમિફાઈનલ રમાઈ હતી. ભારતની પીવી સિંધુને વુમન્સ સિંગલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને સેમિફાઈનલમાં ટોચની ક્રમાંકિત અકાને યામાગુચી સામે સીધી ગેમમાં હાર મળી હતી.

માત્ર 2 ગેમમાં મેચ જીતી લીધી
21
વર્ષીય લક્ષ્યે શનિવારે મોડી રાત્રે સેમિફાઈનલમાં જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં હરાવ્યો હતો. તેણે જાપાની શટલરના મજબૂત ડિફેન્સ હરાવીને 21-17ના માર્જિનથી પ્રથમ ગેમ જીતી હતી. તેણે બીજી ગેમમાં તેનું સારું ફોર્મ ચાલુ રાખ્યું અને નિશિમોટોને 21-14થી હરાવીને મેચ જીતી લીધી.

સેમિફાઈનલમાં જીત સાથે લક્ષ્યે રવિવારે રાત્રે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અહીં તેનો સામનો ચીનની લી શી ફેંગ સાથે થશે. ફેંગે સેમિફાઈનલમાં જાપાનની કોડાઈ નારકોડાને 21-8, 21-11થી હરાવી હતી.

પીવી સિંધુની ગોલ્ડ મેડલની આશા તૂટી ગઈ
શનિવારે રાત્રે વુમન્સ સિંગલ્સની સેમિફાઈનલ પણ રમાઈ હતી. ભારતની પીવી સિંધુનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય થયો હતો. યામાગુચી સીધી ગેમમાં 21-14, 21-15થી જીતી. ફાઈનલમાં ટોચની ક્રમાંકિત યામાગુચીનો મુકાબલો થાઈલેન્ડની રત્ચાનોક ઈન્તાનોન સામે થશે. ઈન્તાનોનને સેમિફાઈનલમાં અમેરિકાના બેઈવેન ઝાંગ તરફથી વોકઓવર મળ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post