• Home
  • News
  • ભૂસ્ખલનના લીધે ઘર તણાયા, અત્યારસુધી 12 લોકોના મોત, હવામાન વિભાગે કહ્યું- ત્રણ દિવસ વરસાદથી રાહત નહીં
post

પશ્વિમ નેપાળના કાસ્કી, લામજુંગ અને રુકૂમ જિલ્લાની ઘટના, અત્યારસુધી 19 ગુમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:25:41

કાઠમાંડૂ: પશ્વિમ નેપાળમાં મૂશળધાર વરસાદના લીધે ગુરૂવારે ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 12 લોકોના મોત થયા હતા. અત્યારે 19 લોકો ગુમ છે. 10 લોકો ઘાયલ થયા છે જેમનો ઇલાજ ચાલી રહ્યો છે. છેલ્લા 48 કલાકથી વરસાદ થઇ રહ્યો છે અને તેના લીધે નારાયણી અને અન્ય પ્રમુખ નદીઓમાં ભારે વેગ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગલા ત્રણ દિવસ સુધી વરસાદથી રાહતની શક્યતા નથી. 

પોલીસે શુક્રવારે જણાવ્યું કે કાસ્કી જિલ્લામાં પોખરા સિટી એરિયાના સારંગકોટ અને હેમજનમાં ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. તેમાંથી 5નામોત સારંગકોટમાં ભૂસ્ખલનના લીધે થયા હતા. અહીં દસ લોકો ઘાયલ થયા હતા જેમનો ઇલાજ ચાલી રહ્યો છે. તે સિવાય લામજુંગ જિલ્લાના બેસિશહરમાં એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. રુકુમ જિલ્લાના આથબિસ્કોટ વિસ્તારમાં પણ 2 અન્ય લોકોના મોત થયા હતા. 

સિંધુપાલચોકમાં પૂર જેવી પરિસ્થિતિ
જાજરકોટ જિલ્લામાં ભૂસ્ખલનના લીધે 2 ઘર તણાયા હતા. તેના લીધે 12 લોકો ગુમ થયા છે. મ્યાગ્દી જિલ્લામાં એક જ પરિવારના સાત લોકો ગુમ છે. સિંધુપાલચોકમાં પણ પૂર જેવી પરિસ્થિતિ છે. 

ગત વર્ષે જુલાઇમાં ભૂસ્ખલનથી 78 લોકોના મોત થયા હતા
નેપાળમાં ગત વર્ષે જુલાઇમાં પૂર અને ભૂસ્ખલનના લીધે 78 લોકોના મોત થયા હતા. 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post