• Home
  • News
  • જાણીતા ક્રિકેટરની પત્ની બની મોટા અકસ્માતનો શિકાર, ચા બનાવતી વખતે અચાનક…
post

બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા મોટી દુર્ઘટનાનો શિકાર થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 11:24:53

ઢાકા : એક તરફ આખી દુનિયા કોરોના વાયરસથી લડી રહી છે. ત્યારે બીજી તરફ એક જાણીતા ક્રિકેટરના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ ક્રિકેટરની પત્ની ઘરમાં ચા બનાવી રહી હતી. તે જ સમયે અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો અને ક્રિકેટરની પત્નીનો હાથ ગંભીર રીતે દાઝી ગયો.

બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા મોટી દુર્ઘટનાનો શિકાર થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ઘરે ચા બનાવી રહી હતી. ત્યારે અચાનક સિલિન્ડર ફાટ્યો. જેના કારણે તેને હાથ પર ગંભીર ઇજા થઈ છે. સૂત્રોની માનીએ તો પરિવારના જણાવ્યા મુજબ સિલિન્ડરમાં એક કાણું હતું. જેના કારણે વિસ્ફોટ થયો. જ્યારે સિલિન્ડર ફાટ્યો તો સંચિતાએ પોતાનું મોઢું તો બચાવી લીધું પરંતુ તેનો હાથ દાઝી ગયો.

રિપોર્ટ પ્રમાણે વિસ્ફોટ થતા તેના વાળમાં પણ આગ પકડી લીધી હતી. ઉપરાંત રસોડામાં બનેલ કેબિનેટનો એક હિસ્સો પણ સંચિતા ઉપર પડ્યો. જેના કારણે શરીર પર ગંભીર ઇજાઓ થઈ છે. આ દુર્ઘટના 27 માર્ચે થઈ હતી. જો કે હવે એવી માહિતી મળી છે કે તે સારવાર હેઠળ છે અને સ્વસ્થ્ય થઈ રહી છે. રિપોર્ટ મુજબ સંચિતાએ જણાવ્યું કે જો તેને ચહેરા પર હાથ ન રાખ્યો હોત તો તેનો ચહેરો બળી ગયો હોત. જો કે, સદનસીબે એવું થયું નહીં. આપને જણાવી દઈએ કે ગત વર્ષે વર્લ્ડ કપ બાદ સંચિતા અને લિટન દાસે લગ્ન કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post