• Home
  • News
  • ઇન્ડોનેશિયામાં લૉકડાઉન, ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરનારાએ જાહેર શૌચાલય સાફ કરવાં પડશે
post

સરકારે કાયદાનું ઉલ્લંઘન કરવાની સજા અને દંડ અંગે નવા નિયમ જારી કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:06:59

જાકાર્તા: ઇન્ડોનેશિયા સરકારે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા માટે નવા નિયમ બનાવ્યા છે. જે મુજબ લોકડાઉન તોડનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ સજાની સાથે ભારે દંડની જોગવાઇ પણ કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમાં કોરોનાનો સૌથી વધુ કેર ઇન્ડોનેશિયામાં જ છે. તેથી સરકારને લોકડાઉન અને ડિસ્ટન્સિંગના નિયમ વધુ કડક કરાવાનો નિર્ણય લેવો પડ્યો છે. નવા કાયદા મુજબ માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને આશરે અઢી લાખ ઇન્ડોનેશિયન રૂપિયા (આશરે 1300 ભારતીય રૂપિયા)નો દંડ થશે. જો કોઇ કંપની લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે અથવા કોઇ દુકાનદાર આ દરમિયાન પોતાનો ધંધો ચાલુ રાખે છે તો તેમના પર સ્થાનિક ચલણમાં પાંચ કરોડ રૂપિયા (ભારતીય તલણમાં આશરે અઢી લાખ રૂપિયા)નો દંડ થશે. 


કાયદો તોડનારાનું લેબલ પણ લગાવી દેવાશે
ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરનારા માટે કેટલીક રસપ્રદ જોગવાઇ પણ છે. જે મુજબ બનિયાન પહેરી બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ ટોળા કે મોટી સંખ્યામાં એકઠા થવા પર પણ દંડ લગાવાયો છે. સાથે જ આવા લોકોએ જાહેર સ્થળો કે સૌચાલયોની સફાઇ કરવી પડશે. તે દરમિયાન આ લોકોના કપડા કે શરીર પર કાયદો તોડનારાનું લેબલ પણ લગાવી દેવાશે.


નિષ્ણાતોએ સંક્રમણ વધવાની ચેતવણી આપી 
જાકાર્તામાં ગત મહિને આંશિક લોકડાઉન હતું. નિષ્ણાતોએ સંક્રમણ વધવાની ચેતવણી આપી હતી. વીકએન્ડ પર રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ અને અન્ય સ્થળોએ ભીડ એકઠી થઇ ગઇ. તેનાથી સંક્રમણ વધી ગયું. ત્યારે સરકારે કડકાઇ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post