• Home
  • News
  • લોર્ડ શાર્દૂલની નવી ઈનિંગ શરૂ:ઠાકુરે દ.આફ્રિકા ટૂર પહેલા ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, સેરેમનીની તસવીરો વાઈરલ
post

શાર્દૂલ ઠાકુર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ પછી લગ્ન કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:48:49

ઈન્ડિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ગર્લ્ડ ફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી લીધી છે. જેના વીડિયો અને ફોટોઝ અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ સેરેમનીમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

શાર્દૂલની સગાઈનો પ્રસંગ મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બીકેસી પરિસરમાં યોજાયો છે. મીડિયા રિપોર્ટના આધારે આ સેરેમનીમાં કુલ 75 લોકોએ હાજરી આપી હતી.

શાર્દૂલ ઠાકુર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ પછી લગ્ન કરી શકે છે. 30 વર્ષના શાર્દૂલે ભારત માટે કુલ ચાર ટેસ્ટ, 15 વનડે અને 24 T-20 મેચ રમી છે. તે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ખેલાડી પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post