• Home
  • News
  • સિડની ટેસ્ટ / ઓસ્ટ્રેલિયા 279 રને જીત્યું, ન્યૂઝીલેન્ડને સાતમી વાર સીરિઝની બધી મેચમાં માત આપી
post

ડેવિડ વોર્નરે બીજી ઇનિંગ્સમાં અણનમ 111 રન કર્યા, નેથન લાયને ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 09:27:21

સિડની  : ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ત્રણ ટેસ્ટની સીરિઝની અંતિમ મેચમાં 279 રને હરાવ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથા દિવસે કિવિઝ 136 રનમાં ઓલઆઉટ થયું હતું. કાંગારુંએ સાતમી વાર સીરિઝની બધી મેચમાં કિવિઝને માત આપી છે. ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયા કુલ 15મી સીરિઝ જીત્યું છે. છેલ્લે તેઓ 2016માં સીરિઝ જીતવામાં સફળ રહ્યા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 454 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 256 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 217 રન કરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

 

વોર્નરે કરિયરની 24મી સેન્ચુરી મારી :
ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરે બીજી ઇનિંગ્સમાં અણનમ 111 રન કર્યા હતા. તેના કરિયરની 24મી સદી છે. પહેલી ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી મારનાર લબુશેને બીજી ઇનિંગ્સમાં 59 રન કર્યા હતા. તેણે સીરિઝમાં 91.5ની એવરેજથી 549 રન કર્યા હતા. તેને મેન ઓફ મેચ અને મેન ઓફ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.


લાયને ત્રીજીવાર ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી :
નેથન લાયને બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં પણ પાંચ વિકેટ લીધી હતી. લાયને ત્રીજીવાર કરિયરમાં 10 વિકેટ લીધી છે. તેમજ 18મી વાર કરિયરમાં પાંચ વિકેટ પોતાના નામે કરી છે. લાયને ટેસ્ટમાં કુલ 390 વિકેટ લીધી છે. તે સૌથી વિકેટ લેવાના મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિનીની બરોબરીમાં આવી ગયો છે. તેણે ઇંગ્લેન્ડના ઇયાન બોથમ (383 વિકેટ)ને પાછળ છોડી દીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post