• Home
  • News
  • 2.5 લાખ હેક્ટરમાં કેરીના બગીચાઓ, 40 કરોડની કેરી વિદેશ જાય છે, આ વખતે નજીકના માર્કેટમાં પણ પહોંચી શકી નથી
post

ઉત્તરપ્રદેશમાં સૌથી કેરીનું સૌથી વધુ ઉત્પાદન લખનૌ, અમરોહા, સમ્ભલ, મુઝફ્ફરનગર અને સહારનપુરમાં થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 13:15:37

લખનૌ: મલીહાબાદી... મલીહાબાદી... આ શબ્દ વાંચીને તમને એક ખાસ સ્વાદ જરૂર યાદ આવ્યો હશે. આ સ્વાદ જેના માટે લોકો ઉનાળાની રાહ જોવે છે. દર વર્ષે આ સમયે ચાર રસ્તે આ શબ્દ જ સાંભળવા મળે છે. પરંતુ આ વખતે ન તો આ શબ્દ સાંભળવા મળ્યો છે અને ન તો લોકો આ કેરીનો વિશેષ પ્રકારનો સ્વાદ ચાખી શક્યા છે.

ઉત્તરપ્રદેશમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે. આ વખતે લોકડાઉનને કારણે ત્યાં ચહલ-પહલ નથી. મજૂરો અને કામદારો અહીં દેખાતા નથી. અમે મલીહાબાદમાં મેંગોમેનના નામથી જાણીતા પદ્મશ્રી કલીમ ઉલ્લાહ ખાનના બગીચે પહોંચ્યા હતા. કલીમે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઘણી જાણીતી હસ્તીઓના નામ પર કેરીની જાતો વિકસાવી છે. તેઓ કહે છે કે આ વર્ષે વધુ ઠંડી અને ત્યારબાદ વરસાદના કારણે કેરીની ઉપજ પણ ઓછી થઈ છે અને જે કેરી તૈયાર છે તે માર્કેટ સુધી પહોંચી શકી નથી.

કાલિમ કહે છે કે લોકડાઉનને કારણે મજદૂર ઘરની બહાર નીકળી શકતા નથી. બગીચાઓની ચોકીદારી માટે પણ મજદૂર નથી મળતા. પાકેલી કેરીઓ જાનવર ખાઈ રહ્યા છે. જો મજૂરો ક્યાંક ક્યાંક મળી રહ્યા હોય તો પણ બજારમાં કેરી લઇ જવા માટે કોઈ સાધન નથી. જો બજારમાં ખરીદનાર હોય, તો તેને લઈ જવાનો કોઈ અર્થ છે. જો બહાર માંગ ન હોય તો માર્કેટમાં કેરી ખરીદીને વેપારી શું કરશે?

ઓલ ઈન્ડિયા મેંગો ગ્રોવર એસોસિએશનના પ્રમુખ ઇસ્રામ અલી કહે છે કે યુપીથી દશેરા કેરી સહિત અનેક જાતોની કેરી મુંબઇ, પુણે જેવા મોટા શહેરોના માર્કેટમાં સપ્લાય કરવામાં આવે છે. પરંતુ આ વખતે મુશ્કેલ લાગે છે. જો આવું થાય, તો સપ્લાયમાં 70થી 80 ટકાનો ઘટાડો થશે, જેનો અર્થ છે કે એટલા ટકા નુકસાન થશે.

એગ્રીકલચર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના સભ્ય શબીહુલ ખાન કહે છે કે અગાઉ કેરીના પાક જાન્યુઆરીથી માર્ચ સુધી બુક કરાયા હતા, પરંતુ આ વખતે એક પણ બુકિંગ નથી. દર વર્ષે લગભગ 60 ટન કેરી ખાડી દેશોમાં મોકલવામાં આવે છે. દર વર્ષે લગભગ 40 કરોડ રૂપિયાની કેરી વિદેશી દેશોમાં એક્સપોર્ટ થાય છે, પરંતુ આ વખતે ખેડુતોને આ નુકસાન સહન કરવો પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post