• Home
  • News
  • વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરને ગોલ્ડ અને ઇશાને સિલ્વર
post

મેન્સ સ્કિટ ઇવેન્ટમાં રાજવીર ગિલ, અભયસિંહ તથા આયુષમાંથી કોઈ પણ ફાઇનલમાં પ્રવેશી શક્યું નહોતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-02 15:54:10

નવી દિલ્લી: ભારતીય શૂટર્સે પેરુ ખાતે યોજાયેલી જુનિયર આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલથી વંચિત રહીને ટીકાઓનું કેન્દ્ર બનેલી મનુ ભાકરે ગોલ્ડ તથા ૧૬ વર્ષીય ઇશાસિંહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બંને મહિલા શૂટર્સે ૧૦ મીટર એર પિસ્તોલની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. મેન્સમાં રુદ્રાક્ષ પાટિલે મેન્સ ૧૦ મીટર એર રાઇફલ ઔઇવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ભારતની મહિલા સ્કિટ શૂટર ગનીમત સેખોએ પણ સિલ્વર પોતાના નામે કર્યો હતો. રુદ્રાક્ષ પાટિલે આઠ શૂટર્સની ફાઇનલમાં ૨૫૦નો સ્કોર કર્યો હતો અને તે ટોક્યો ઓલિમ્પિકના મેડલ વિનર અમેરિકાના વિલિયમ્સ શાનેર કરતાં પાછળ રહ્યો હતો. વિમેન્સની ૧૦ મીટર એર ઔરાઇફલ ઇવેન્ટમાં રમિતાએ ૨૨૯.૧ પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. મેહુલી ઘોષ પાંચમા તથા નિશા કંવર આઠમા ક્રમે રહી હતી. મેન્સ સ્કિટ ઇવેન્ટમાં રાજવીર ગિલ, અભયસિંહ તથા આયુષમાંથી કોઈ પણ ફાઇનલમાં પ્રવેશી શક્યું નહોતું.

adv

Related News

post
post
post
post
post
post
post