• Home
  • News
  • ક્રિકેટ / માર્નસ લબુશેન: ક્રિકેટના પહેલા કન્કશન રિપ્લેસમેન્ટથી 2019ના હાઈએસ્ટ ટેસ્ટ રન સ્કોરર સુધીની સફર
post

તેણે 11 મેચમાં 64.94ની એવરેજથી 1104 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:38:38

લોર્ડ્સ  : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે એશિઝ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં જોફરા આર્ચરનો બાઉન્સર સ્ટીવ સ્મિથને માથામાં વાગ્યો હતો. સ્મિથ તે પછી બેટિંગ કરી શકે તેમ નહોતો અને તેના કન્કશન તરીકે માર્નસ લબુશેને બેટિંગ કરવા આવ્યો હતો. ICCએ આ સીરિઝ પહેલા જ ક્રિકેટમાં કન્કશન સબ્સ્ટિટયૂટનો નિયમ લાગુ કર્યો હતો. કન્કશનને સરળ ભાષામાં સમજીએ તો જયારે ખેલાડીને માથામાં બોલ વાગે તો અન્ય ખેલાડી જે પ્લેઈંગ 11નો ભાગ ન હોય તે તેની જગ્યાએ આવીને બેટિંગ/ બોલિંગ કરી શકે છે.

માર્નસ 18 ઓગસ્ટ 2019ના રોજ ક્રિકેટનો પહેલા કન્કશન સબ્સ્ટિટયૂટ બન્યો હતો. તે મેચ પહેલા તેણે પાંચ મેચમાં 26.25ની એવરેજથી માત્ર 210 રન કર્યા હતા. તેને બીજી વખત રમવા લાંબી રાહ જોવી પડશે તેમજ જણાતું હતું. જોકે માર્નસે લોર્ડ્સ ખાતે 59 રનની ઇનિંગ્સ રમી હતી, જેના થકી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. તેની ફિફટીના લીધે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે તેને ત્રીજી ટેસ્ટમાં પણ તક આપી હતી. માર્નસે બંને ઇનિંગ્સમાં ફિફટી ફટકારતા અનુક્રમે 74 અને 80 રન કર્યા હતા. જોકે સ્ટોક્સે 'વન્સ ઈન અ લાઈફટાઈમ' ઇનિંગ્સ રમતા ઇંગ્લેન્ડ એક વિકેટે મેચ જીત્યું હતું. નોંધ લેવા જેવી વાત એ છે કે સતત ત્રણ ઇનિંગ્સમાં ફિફટીએ માર્નસને ટીમનો કાયમી સદસ્ય બનાવી દીધો હતો.

ચોથી ટેસ્ટમાં માર્નસે 67 રન કર્યા હતા, તે મેચમાં તેના ગુરુ સ્ટીવ સ્મિથે 211 રનની ઇનિંગ્સ રમી હતી અને બંનેની ભાગીદારી થકી કાંગારુંએ મેચ તેમજ એશિઝ જીતી લીધી હતી. કન્કશન તરીકે સ્મિથને રિપ્લેસ કર્યા પછી માર્નસે પાછું ફરીને જોયું નથી. એશિઝ પછી માર્નસે પાકિસ્તાન સામેની સીરિઝમાં 185 અને 167 રનની શાનદાર ઇનિંગ્સ થકી 347 રન કર્યા હતા. વર્ષના આઠમા મહિનામાં કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે પોતાના ક્રિકેટ 2.0ની શરૂઆત કર્યા પછી તે 2019માં હાઈએસ્ટ રન સ્કોરર હતો. તેણે 11 મેચમાં 64.94ની એવરેજથી 1104 રન કર્યા હતા. સ્મિથે તેનાથી 139 રન ઓછા કર્યા હતા.

બેટિંગ ઉપરાંત માર્નસે પોતાના લેગ સ્પિન દ્વારા પણ યોગદાન આપે છે. કન્કશને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આપેલા માર્નસ લબુશેન 2.0એ છેલ્લી 9 મેચમાં 85ની એવરેજથી 1190 રન કર્યા છે. તેમજ 2020ની શરૂઆત પણ ડબલ સેન્ચુરી (215 રન) સાથે કરી છે. ફેન્સ તેને જમોડી માઈક હસી કહીને બોલાવે છે. 25 વર્ષીય માર્નસ કેટલા વર્ષો પોતાની રમતના પીક પર રહેશે તે કહી શકાય નહીં, પરંતુ તેણે બંને હાથથી ઝડપેલી તક ક્રિકેટમાં કાયમ માટે 'મેક ઈટ કાઉન્ટ'નું ક્લાસિક ઉદાહરણ બની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post