• Home
  • News
  • 9 મેચમાં માત્ર 58 રન કરનાર મેક્સવેલ થઇ રહ્યો છે ટ્રોલ; એક ફેને કહ્યું- મેચમાં પ્રીતિ ઝિન્ટાએ મેક્સવેલ કરતા વધુ કેલેરી બાળી, તો અન્ય યુઝરે કહ્યું, મેક્સવેલ ધોળો આફ્રિદી છે
post

IPLમાં રોલ ક્લિયર નથી, એટલે સફળ નથી થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 09:51:17

IPLમાં ગઈકાલની બંને મેચો ખરા અર્થમાં રવિવારને સુપરસન્ડે બનાવ્યો. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપરઓવરમાં હરાવ્યું. જ્યારે બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ. પછી સુપર ઓવર પણ ટાઈ થઇ અને બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો.

આ બધા ક્રિકેટના રોમાંચ વચ્ચે ફેન્સ ગ્લેન મેક્સવેલને તેના અત્યંત ખરાબ પ્રદર્શન બદલ ભારે ટ્રોલ કરી રહ્યા છે. મેક્સવેલ ગઈ કાલે રાત્રે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક ફેને ટ્વીટ કરીને કહ્યું કે, પ્રીતિ ઝિન્ટાએ મેચમાં મેક્સવેલ કરતા વધુ કેલેરી બાળી છે.

મેક્સવેલના બેટે બોલ જ નથી આવી રહ્યો
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેક્સવેલના બેટે બોલનું સંગમ જ નથી થઇ રહ્યું. તે ભારે મહેનત છતાં ટીમ માટે જરૂરી યોગદાન આપવામાં નિષ્ફ્ળ રહ્યો છે. તેણે સીઝનની 9 મેચમાં 11.60ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવ્યા છે. તે 63 બોલ રમ્યો છે અને 5 ફોર મારી છે. કોઈ સિક્સ નહીં. હા, તમે સાચું વાંચ્યું, પોતાની હિટિંગ માટે જાણીતા મેક્સવેલે હજી સુધી લીગમાં એકપણ મેક્સિમમ મારી નથી.

IPLમાં રોલ ક્લિયર નથી, એટલે સફળ નથી થયો
મેસ્કવેલને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, તમે ઓસ્ટ્રેલિયા માટે આટલા સફળ થયા છો, પરંતુ IPLમાં તેવી સફળતાનો સ્વાદ ચાખ્યો કેમ નથી? આ અંગે જવાબ આપતા મેક્સવેલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વતી રમતી વખતે મારો રોલ ક્લિયર છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે અને અન્ય પ્લેયર્સ શુ કરશે, જ્યારે IPLમાં રમતી વખતે પિક્ચર અલગ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post