• Home
  • News
  • MCC ઇલેવન 48 વર્ષ પછી પાકિસ્તાનમાં રમશે, સંગાકારા કેપ્ટન; એક વનડે અને ત્રણ T-20 રમાશે
post

ચારેય મેચ લાહોરમાં રમાશે, પહેલી T-20 14 ફેબ્રુઆરીએ રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:44:49

પાકિસ્તાનના લાહોરમાં 14 ફેબ્રુઆરીથી ક્રિકેટ નિયમોને સંભાળનાર મેરીલબોન ક્રિકેટ ક્લબ (MCC)ની પ્લેઈંગ 11 એક વનડે અને ત્રણ T-20 રમશે. MCCની ટીમ 48 વર્ષ પછી પાકિસ્તાનમાં રમશે. પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ટીમ લાહોર કલંદર T-20માં પોતાની ટીમ ઉતારશે. તેમની ટીમમાં શાહીન આફ્રિદી અને ફકર ઝમાન રમી શકે છે. MCCની ટીમ પાકિસ્તાન શાહિન્સ, નોર્દર્ન અને મુલતાન સુલ્તાન સામે પણ રમશે.

MCCની ટીમ છેલ્લે 1973માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. પ્રવાસમાં પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં કલંદર સામે રમશે. તે પછી 16 ફેબ્રુઆરીએ શાહિન્સ સામે વનડે રમશે. 17 ફેબ્રુઆરીએ નોર્દર્ન સામે બીજી T-20 અને 19 ફેબ્રુઆરીએ ત્રીજી મુલતાન સુલ્તાન સામે રમશે.

પ્રવાસથી પાકિસ્તાનને મદદ મળશે: MCC કોચ
MCC
ના પ્રમુખ કુમાર સંગાકારાના નેતૃત્વમાં 12 સદસ્યની ટીમ પાકિસ્તાન જશે. તેમાં રવિ બોપારા, વાન ડર મર્વે અને રોસ વિટલી જેવા ખેલાડીઓ પણ રમશે. MCCના કોચ અજમલ શહેઝાદે કહ્યું કે, "પાકિસ્તાનનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ ઘટના બની રહેશે. અમને આશા છે કે પ્રવાસથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇન્ટરનેશનલ ટીમોને પોતાના દેશમાં ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપી શકશે.

MCC ઇલેવન: કુમાર સંગાકરા (કેપ્ટન), રવિ બોપારા, માઈકલ બર્જીસ, ઓલિવર હેનોન ડાલ્બી, ફ્રેન્ડ કલાસન, માઈકલ લીસ્ક, એરોન લિલી, ઇમરાન કય્યુમ, વિલ રોડ્સ, સફાયન શરીફ, રેલોફ વાન ડર મર્વે અને રોસ વિટલી

 

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post