ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે
ઇંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસનું
પહેલું ડબલ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં
રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને
બીજીવાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હતો. આમ તો વન-ડે વર્લ્ડ કપમાં પણ હાલ તેઓ
ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2019માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યા
હતા. અને હવે તેઓ T20 વર્લ્ડ કપ પણ જીતી ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની છે કે જેમની પાસે ODI અને T20, બન્ને વર્લ્ડ
કપના ટાઈટલ છે.
ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ જીતી
ગઈ છે. ત્યારે તેમને હવે ICC તરફથી પ્રાઇસ મનીમાં 13 કરોડ રૂપિયા મળ્યા છે. તો રનર-અપ પાકિસ્તાનની ટીમને અંદાજે 6 કરોડ 44 લાખ રૂપિયા
મળ્યા છે.
ICCએ આ વર્લ્ડ કપ
શરૂ થતાં પહેલાં જ પ્રાઇસ મની જાહેર કરી દીધી હતા, જેમાં વિજેતા
ટીમથી લઈને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર થનારી ટીમ, બધાને પ્રાઇસ
મની આપવામાં આવી છે. બધાના ટોટલ કરવામાં આવે તો ICCએ
ટૂર્નામેન્ટમાં કુલ 45 કરોડ 68 લાખ રૂપિયા પ્રાઇસ મની આપી છે.
ક્વોલિફાઇંગ સ્ટેજથી સેમી-ફાઈનલ સુધી
સુપર-12માંથી બહાર થવા પર અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જીતીને બહાર થવા પર અને
સેમી-ફાઈનલમાં પહોંચવા પર પણ ઈનામની રકમ પણ હતી.
ટીમ ઈન્ડિયાને અંદાજે 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં
હારી ગઈ, એટલે તેને 3.22 કરોડ મળ્યા હતા, પરંતુ ટીમ સુપર-12માં 5માંથી 4 મેચ જીતી હતી, એટલે ટીમને તેની પણ પ્રાઇસ મની મળી હતી. કુલ મળીને આ રકમ અંદાજે 4 કરોડ 25 લાખ થાય છે.
ઇંગ્લેન્ડ ત્રીજીવાર
વર્લ્ડ ચેમ્પિયન બન્યું
ઇંગ્લેન્ડે 2010માં T20 વર્લ્ડ કપ અને 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ ઇંગ્લેન્ડનો બીજો T20 વર્લ્ડ કપ છે.
વેસ્ટઈન્ડીઝ પછી ઇંગ્લેન્ડ એવી બીજી ટીમ છે કે જેણે બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.
T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન
બનનારી ટીમ
વર્ષ |
ચેમ્પિયન ટીમ |
રનરઅપ |
વેન્યૂ |
2007 |
ભારત |
પાકિસ્તાન |
જોહનિસબર્ગ |
2009 |
પાકિસ્તાન |
શ્રીલંકા |
લોર્ડ્સ |
2010 |
ઇંગ્લેન્ડ |
ઓસ્ટ્રેલિયા |
બાર્બાડોઝ |
2012 |
વેસ્ટઈન્ડીઝ |
શ્રીલંકા |
કોલંબો |
2014 |
શ્રીલંકા |
ભારત |
ઢાકા |
2016 |
વેસ્ટઈન્ડીઝ |
ઇંગ્લેન્ડ |
કોલકાતા |
2021 |
ઓસ્ટ્રેલિયા |
ન્યૂઝીલેન્ડ |
દુબઈ |
2022 |
ઇંગ્લેન્ડ |
પાકિસ્તાન |
મેલબોર્ન |
ટૂર્નામેન્ટમાં વિરાટે
સૌથી વધુ રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર અને ક્રિકેટના કિંગ એવા વિરાટ કોહલીએ આ વર્લ્ડ
કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેમણે 6 મેચમાં 98.66ની એવરેજથી 296 રન ફટકાર્યા છે.
ટૂર્નામેન્ટના ટૉપ-5 બેટર્સ
પ્લેયર |
ટીમ |
મેચ |
રન |
સ્ટ્રાઈક રેટ |
વિરાટ કોહલી |
ભારત |
6 |
296 |
136.40 |
મેક્સ ઑ'ડૉડ |
નેધરલેન્ડ્સ |
8 |
242 |
112.55 |
સૂર્યકુમાર
યાદવ |
ભારત |
6 |
293 |
189.68 |
જોસ બટલર |
ઇંગ્લેન્ડ |
6 |
225 |
144.23 |
કુસલ મેન્ડિસ |
શ્રીલંકા |
8 |
223 |
142.94 |
શ્રીલંકાના હસરંગાએ
સૌથી વધુ વિકેટ ઝડપી
બોલિંગની વાતસ કરીએ તો શ્રીલંકાના વાનિન્દુ હસરંગાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ
વિકેટ ઝડપી છે. તેણે 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે.
ટૂર્નામેન્ટના ટૉપ-5 બોલર્સ
પ્લેયર |
ટીમ |
મેચ |
વિકેટ |
ઇકોનોમી |
વાનિન્દુ
હસરંગા |
શ્રીલંકા |
8 |
15 |
6.41 |
સેમ કરન |
ઇંગ્લેન્ડ |
6 |
13 |
6.52 |
બાસ ડી લીડે |
નેધરલેન્ડ્સ |
8 |
13 |
7.68 |
બ્લેસિંગ
મુઝરબાની |
ઝિમ્બાબ્વે |
8 |
12 |
7.65 |
જોશુઆ લિટિલ |
આયર્લેન્ડ |
7 |
11 |
7 |
સેમ કરન પ્લેયર ઑફ ધ
ટૂર્નામેન્ટ
ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. તેણે
વર્લ્ડ કપમાં 6 મેચમાં 13 વિકેટ ઝડપી છે. તો ફાઈનલમાં પાકિસ્તાન સામે 3 મહત્ત્વની વિકેટ લીધી
હતી અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.