• Home
  • News
  • મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું- વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે અને કેટલાક લોકો આતંકવાદ જેવા વાઈરસ ફેલાવી રહ્યા છે
post

બિનજોડાણવાદી દેશોની બેઠકમાં 120 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:28:55

નવી દિલ્હી:  કોરોના વાઈરસ સાથે જોડાયેલી લડાઈના આ સમયગાળામાં બિનજોડાણવાદી દેશોની બેઠકમાં 120 દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સોમવારે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં કોરોના વાઈરસ સામે ભારતે કેવા પગલાં ભર્યા છે તે અંગે જાણકારી આપી હતી.આ ઉપરાંત મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે એક બાજુ વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે અને બીજી બાજુ કેટલાક લોકો આતંકવાદ, ફેક ન્યૂઝ અને ફર્જી વિડિયો જેવા વાઈરસ ફેલાવવામાં સંકડાયેલા છે.

મોદીએ કહ્યું કે આજે માનવતા અનેક દાયકાના સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. આ સમયમાં બિનજોડાણવાદી (NAM) વૈશ્વિક એકતાને ઉત્તેજન આપવામાં મદદરૂપ બની શકે છે. NAM સામાન્ય રીતે વિશ્વની નૈતિક અવાજ રહ્યું છે. આ ભૂમિકાને જાળવી રાખવા માટે NAMને સમાવેશી રહેવું જોઈએ.

મોદીએ કહ્યું- લોકતંત્ર અને અનુશાસન સાથે મળી જનઆંદોલન બની શકે છે

તેમણે કહ્યું કે આ સંકટના સમયમાં આપણે એ દેખાડ્યું છે કે કેવી રીતે લોકતંત્ર અને અનુશાસન એક સાથે મળી જન આંદોલન બની શકે છે. ભારતીય સભ્યતા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. અમે અમારા નાગરિકોની દેખભાળ રાખવા સાથે અન્ય દેશોની પણ મદદ કરી રહ્યા છીએ.

અઝેર બઈજાનની પહેલ પર યોજાઈ બેઠક
પૂર્વી યુરોપ અને એશિયા વચ્ચે વસેલા અઝેરબઈજાન દેશના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીવેવની પહેલથી બિનજોડાણવાદી દેશોના વડાઓની આ બેઠક યોજાઈ હતી. ઈલ્હામ અલિયેવ બિનજોડાણવાદીુ આંદોલનના ચેરમેન છે. વર્તમાન સમયમાં બિનજોડાણવાદી આંદોલન સંયુક્ત રાષ્ટ્ર બાદ વિશ્વનું સૌથી મોટુ રાજકીય સમન્વય અને ચર્ચા વિચારણાનું એક મંચ છે. આ સમૂહમાં 120 વિકાસશીલ દેશનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post