• Home
  • News
  • બેંગલોરે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું:RCB 7મી મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું, KKRએ બનાવ્યો સીઝનનો સૌથી ઓછો સ્કોર
post

સિરાજે 4 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ લીધી, IPLની એક જ મેચમાં 2 મેડન ઓવર નાખનાર પ્રથમ બોલર બન્યો, આ સીઝનનો સૌથી ઈકોનોમિકલ સ્પેલ નાખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 09:59:47

IPL 2020ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સને અબુ ધાબી ખાતે 8 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 84 રન જ કરી શક્યું હતું. જવાબમાં બેંગલોરે 13.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ગુરકિરત સિંહ માન 21 રને અને વિરાટ કોહલી 18 રને અણનમ રહ્યા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.જ્યારે કોલકાતા ચોથા સ્થાને યથાવત રહ્યું છે. 

ફિન્ચ અને પડિક્કલની 46 રનની ઓપનિંગ પાર્ટનરશિપ
આરોન ફિન્ચ લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા. તે પછી દેવદત્ત પડિક્કલ 25 રને પેટ કમિન્સ દ્વારા રનઆઉટ થયો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી.

કોલકાતાએ 85 રનનો ટાર્ગેટ આપ્યો, ઓલઆઉટ થયા વિના લીગના ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર
IPL 2020
ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 8 વિકેટે 84 રન કર્યા છે. તેમણે બેંગલોરને ચાલુ સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી કોલકાતાની બેટિંગ લાઈનઅપની કમર તોડી. તેમજ તે લીગના ઇતિહાસમાં એક જ મેચમાં 2 મેડન ઓવર નાખનાર પ્રથમ બોલર બન્યો છે.

IPLમાં ઓલઆઉટ થયા વગર સૌથી ઓછો સ્કોર કરનાર ટીમ:
84/8 KKR vs RCB,
અબુ ધાબી 2020 *
92/8 KXIP vs CSK,
ડરબન 2009
94/8 MI vs RR,
જયપુર 2011
95/9 KXIP vs CSK,
ચેન્નાઈ 2015

કોલકાતા માટે કપ્તાન ઓઇન મોર્ગને સર્વાધિક 30 રન કર્યા હતા. તેમના 5 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

IPLમાં KKRનો સૌથી ઓછો સ્કોર:

·         17/4 vs RCB, અબુ ધાબી 2020 *

·         21/3 vs DC, કેપટાઉન 2009

·         22/4 vs CSK, ચેન્નાઈ 2010

·         24/3 vs KXIP, અબુ ધાબી 2014

કોલકાતાની 14 રનમાં 4 વિકેટ પડી, સિરાજે 3 વિકેટ ઝડપી કોલકાતાની શરૂઆત અત્યંત નબળી રહી. તેમણે 3 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠી 1 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં કીપર એબી ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. તે પછીના બોલે નીતીશ રાણા શૂન્ય રને બોલ્ડ થયો હતો. જ્યારે શુભમન ગિલ 1 રને સૈનીની બોલિંગમાં મોરિસ દ્વારા કેચ આઉટ થયો હતો.

તે પછી ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલો ટોમ બેન્ટન પણ વધુ સમય ક્રિઝ પર ઉભો રહી શક્યો નહોતો. તે સિરાજની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 10 રન કર્યા હતા.

દિનેશ કાર્તિક યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં LBW થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપતા બેંગલોરે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. કાર્તિકે 14 બોલમાં 4 રન કર્યા હતા. તે પછી પેટ કમિન્સ 4 રને ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર પડિક્કલના હાથે કેચ આઉટ થયો હતો. ઓઇન મોર્ગન 30 રને સુંદરની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ગુરકિરતના હાથે કેચ આઉટ થયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post