• Home
  • News
  • અત્યારસુધી 2.56 લાખ મોત: અમેરિકા બાદ બ્રિટનમાં સૌથી વધુ મોત થયા; અહી 3 મહિનામાં ચીનના નાગરિકો પર 267 હુમલા થયા
post

ભારતે કેનેડામાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનની 50 લાખ ટેબલેટ મોકલી,પહેલી ખેપ ટોરન્ટો પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:06:55

ન્યૂયોર્ક: વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી 2 લાખ 56 હજાર 787 લોકોના મોત થયા છે. 37 લાખ 08 હજાર 604 સંક્રમિત છે. 12 લાખ 34 હજાર 443 સ્વસ્થ થઇ ચૂક્યા છે. બ્રિટનમાં મંગળવારે રાત્રે મૃત્યુઆંક 29 હજાર 427 થઈ ગયો હતો. અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધારે મૃત્યુ બ્રિટનમાં થયા છે. એટલું જ નહીં સ્પેન અને ઈટાલીથી પણ બ્રિટનમાં મૃત્યુઆંક વધી ગયો છે. બીજી બાજુ ચીનના નાગરિકો પર હુમલા વધી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 200થી વધારે ઘટના નોધાઈ છે.

હોંગકોંગમાં સ્થાનિક વહીવટીતંત્ર શુક્રવારથી પાબદીઓમાં છૂટ આપશે. બુલ્ગેરિયા સરકારે નિર્ણય કર્યો છે કે સપ્ટેમ્બર પહેલા કોઇ સ્કૂલ દેશમાં ખુલશે નહીં. 12 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.ઈઝરાયલના રક્ષા મંત્રી નેફ્ટલી બેન્નેટે કહ્યું કે અમારા દેશની ડિફેન્સ બાયોલોજિકલ ઈંસ્ટીટ્યુટે કોરોનાની રસી બનાવી લીધી છે. ઈસ્ટીટ્યુટે વાઈરસને મારવા માટે એન્ટીબોડી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. હવે  તેની પેટન્ટ અને મોટા પ્રમાણમાં બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ એન્ટીબોડી મોનોક્લોનલ રીતે વાયરસ ઉપર હુમલો કરે છે અને દર્દીની અંદર જ તેને મારે છે.

1ઓસ્ટ્રેલિયાના PMએ વાઈરસ લેબમાં બન્યો હોવાના અમેરિકાના દાવાને નકાર્યો
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનને સંભાવના દર્શાવી છે કે કોરોના વાઈરસની શરૂઆત માંસ બજારથી થઈ છે. તેમણે કહ્યું કે તેની સમીક્ષા થવી જોઈએ. સાથે તેઓએ વાઈરસ લેબમાં બન્યો હોવાનો અમેરિકાનો દાવો ફગાવી દીધો છે. મોરિસને એમ પણ કહ્યું કે તેઓ અમેરિકા સાથે મળીને તેના રિસર્ચ ઉપર કામ કરે છે.
અમેરિકામાં મૃત્યુઆંક 70 હજાર નજીક

અમેરિકાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 835 કેસ નોંધાયા છે. કુલ 69 હજાર 921 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ 1.88 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 74.62 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1050 લોકોના મોત થયા છે. જ્યારે 24 હજારથી નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે. મેના અંત સુધીમાં રોજ બે લાખ નવા કેસ નોંધાવાની સંભાવના છે. જોકે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને વિવાદાસ્પદ ગણાવ્યો છે. અમેરિકાના સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે ઓગસ્ટમાં દેશમાં 1 લાખ 30 હજારથી વધારે લોકો જીવ ગુમાવશે. 

 

અમેરિકાએ સ્વાસ્થ્ય સુવિધા અને લોકોને રાહત આપવા માટે ત્રણ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે. કોરોનાના રાહત પેકેજને લઈને અમેરિકાનું બેજેટ ઘણું વધી ગયું છે. બીબીસી મુજબ આ રાહત પેકેજ દેશની અર્થવ્યવસ્થાના 14 ટકા  છે.આ સાથે જ અમેરિકા ઉપર 25 ટ્રિલિયન ડોલરનું દેવું થઈ જશે. લોકડાઉનના કારણે અહીં ત્રણ કરોડ લોકો બેરોજગાર થયા છે.

મેક્સિસોમાં 24 કલાકમાં 1434 કેસ નોંધાયા

મેક્સિકોમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1434 કેસ નોંધાય છે અને 117 લોકોના મોત થયા છે. આ સાથે જ અહીં કુલ કેસ 29 હજાર 905 થયા છે અને 2271 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં લોકડાઉનને 30 મે સુધી લંબાવાયું છે.

 

ચીનમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો એક કેસ નોંધાયો છે. આ સાથે અહીં 82 હજાર 881 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 હજાર 633 લોકોના મોત થયા છે.

ભારતથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન કેનેડા પહોંચી
ભારતથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 50 લાખ ગોળીઓનો પ્રથમ જથ્થો કેનેડા પહોંચ્યો છે. મહત્વના સમયમાં ભારત-કેનેડાનો સહયોગ ચાલું છે. કેનેડામાં પોઝિટિવ કેસ 60 હજારને પાર પહોંચી ગઈ છે. અહીં કુલ પોઝિટિવ કેસ 60 હજાર 772 થઈ ગઈ છે જ્યારે 3854 લોકોના મોત થયા છે.  ક્યુબ્રેક વિસ્તારમાં કોરનાની સૌથી વધારે અસર થઈ છે. અહીં કુલ કેસ 32 હજાર નોંધાયા છે અને 2280 લોકોના મોત થયા છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ

મોત

અમેરિકા

1,212,835

69,921

સ્પેન

248,301

25,428

ઈટાલી

211,938

29,079

બ્રિટન

190,584

28,734

ફ્રાન્સ

169,462

25,201

જર્મની

166,152

6,993

રશિયા

145,268

1,356

તુર્કી

127,659

3,461

બ્રાઝીલ

108,620

7,367

ઈરાન

98,647

6,277

ચીન

82,881

4,633

કેનેડા

60,772

3,854

બેલ્જીયમ

50,267

7,924

પેરુ

47,372

1,344

ભારત

46,437

1,566

નેધરલેન્ડ

40,770

5,082

સ્વિત્ઝરલેન્ડ

29,981 

1,784

સાઉદી અરબ

28,656

191

પોર્ટુગલ

25,524

1,063

મેક્સિકો

24,905

2,271

સ્વીડન

22,721

2,769

આયર્લેન્ડ

21,772

1,319

પાકિસ્તાન

21,501

486

ચીલી

20,643

270

 

ફ્રાન્સમાં 11 મેથી પ્રતિબંધોમાં રાહત
ફ્રાન્સમાં 11 મેથી ઘણા પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે. ત્યાર પછી સંક્રમણની સ્થિતિને જોઈને આગળ  નિર્ણય કરાશે. જોકે ધાર્મિક કાર્યક્રમો ઉપર 2 જૂનથી પ્રતિબંધો રહેશે. અહીં અત્યાર સુધીમાં 25 હજાર 201 કેસ નોંધાયા છે અને 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.     

તુર્કીમાં મંગળવારથી પ્રતિબંધોમાં છૂટ
તુર્કીમાં 15 મે સુધી ઘણા પ્રતિબંધોમાં છૂટ અપાશે. હેર સલૂન, અમુક દુકાનો અને માર્કેટિંગ સેન્ટર 11 મે સુધી ખોલાશે. જોકે યુનિવર્સિટી 15 મે સુધી બંધ રહેશે.10 મે પછી 65 વર્ષના વડીલો ઘરની બહાર નિકળી શકશે. 


ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય એરલાયન્સ કંપની કંતાસે મંગળવારે આંતરરાષ્ટ્રીય ઉડાનોને જુલાઈ સુધી રદ્દ કરી દીધી છે.  ઘરેલુ ઉડાન જૂન સુધીમાં રદ્દ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post