• Home
  • News
  • લોકડાઉનથી કંટાળેલા કરોડપતિ બિઝનેસમેન 20 કિમી ચાલીને ડિલિવરી મેનની નોકરી કરે છે
post

38 વર્ષીય સર્જેંઈ ઘરે ઇન્ટરનેટ પર કામ કરીને કંટાળી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:48:22

મોસ્કો: રશિયામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસે 30 હજારનો આંકડો ક્રોસ કરી દીધો છે. દેશની રાજધાની મોસ્કોમાં રહેતા એક બિઝનેસમેન લોકડાઉનમાં ઘરે બેસી રહેવાને બદલે ડિલિવરી મેનનું કામ કરીને જરૂરિયાતમંદ સુધી ભોજન પહોચાડી રહ્યા છે. ઘરે ઈન્ટરનેટ પર રોજ કામ કરીને તેઓ કંટાળી ગયા હતા આથી તેમણે શારીરિક શ્રમ અને ઓછા મહેનતાણાવાળી નોકરી પસંદ કરી. 

38 વર્ષીય સર્જેંઈ નોચોવનીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, મહામારી કોરોના વાઇરસને લીધે મારા ધંધાને કોઈ અસર થઇ નથી પણ જિંદગી બીજી રીતે જોવા માગું છું આથી હું ડિલિવરી મેનની નોકરીમાં જોડાયો છું. હું લોકોને ઘરે-ઘરે જમવાનું પહોચાડવા માટે રોજ 20 કિલોમીટર ચાલુ છું. હું ખુશ છું કે મને ઈન્ટરનેટ પર કામ કરવાથી છુટ્ટી મળી ગઈ છે. શારીરિક શ્રમની આ નોકરીમાં મને ઘણું બધું શીખવા અને સમજવા મળ્યું છે. 

જોવાની વાત તો એ છે કે, હાલ આ બિઝનેસમેન ડિલિવરી મેનની નોકરી કરીને રોજ 1000થી 1500 રૂપિયા કમાય છે, જયારે તેઓ દર વર્ષે બિઝનેસથી 15 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. તેમણે 12 વર્ષ ચીનમાં રહ્યા બાદ ગયા વર્ષે રશિયા સેટલ થયા છે. મોસ્કોમાં હાલ લોકડાઉનને લીધે લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે, તેવામાં આ બિઝનેસમેન લોકોના ઘરે જઈને જમવાનું પહોચાડી રહ્યા છે.  

સર્જેંઈને એક વાતની નવી લાગે છે કે, પીળા રંગના યુનિફોર્મમાં મને લોકો એક બિઝનેસમેન નહિ પણ ડિલિવરી મેન જ સમજી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post