• Home
  • News
  • મુનવ્વર રાણાએ કહ્યું- પચાસ કે સો વર્ષ સુધી આશા નથી કે રાહત જેવી કોઇ બીજી વ્યક્તિ ઉર્દૂ સ્ટેજ પર આવશે
post

મુનવ્વર રાણા અને રાહત વચ્ચે મિત્રતાનો સંબંધ રહ્યો, રાહત ઇન્દોરી મુનવ્વર રાણાનું સન્માન કરતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 08:52:14

લખનઉ: થોડા સમય પહેલા જ રાહત સાહેબના ઇંતકાલ વિશે માહિતી મળી. રાહત સાહેબ અમારા સુખ-દુખના સાથી હતા. હું એ પણ કહેતો કે સ્ટેજ પર મારા એક જ મિત્ર છે-રાહત. તેમને પણ એ ગૌરવ રહેતું કે એમનો એક મિત્ર છે જે સ્ટેજ પર છે અને તે છે મુનવ્વર રાણા. રાહત સાથે ઘણો સારો સમય વિત્યો. રાહત અમારી વાત માનતા પણ હતા. તેઓ ઉંમરમાં મોટા હતા પરંતુ હંમેશા મારું સન્માન કરતા હતા. અદબથી તેઓ મારી સાથે વ્યવહાર કરતા હતા.

અમારી સામે ક્યારેય દારૂ પીતા નહીં
મુશાયરા દરમિયાન અમે હોટલમાં તેમના રૂમમાં પહોંચી પણ જઇએ તો તેઓ ગ્લાસ નીચે રાખી દેતા. છેલ્લા દિવસોમાં જ્યારે તેઓ બહુ બીમાર રહેવા લાગ્યા તો તેમણે દારૂ છોડી દીધો હતો. અમે તેમને કહ્યું હતું- દીકરાને સાથે લઇને જવું. એકલા જવું નહીં. મિત્રો તમને દારૂ પીવડાવી દે છે. પછી 5-6 વર્ષ એવું થયું કે રાહત એકલા જતા નહીં. દીકરાને સાથે લઇને જતા. તે સમયે તેમને ઘણો સહારો મળ્યો. તબિયત પણ સુધરી ગઇ. દવાઓ અંગે તેઓ ઘણા બેદરકાર હતા. પરંતુ દીકરો સાથે રહેતો તો ટાઇમ પર દવાનું ધ્યાન રાખતો. તેનાથી ઘણો સુધારો થયો. પણ આ કમ્બખ્ત કોરોના જ્યારથી દેશમાં આવ્યો છે, ક્યારે કોને ખાઇ જાય, તે કહી ન શકાય. રાહત સાહેબને પહેલા પણ ઘણી વખત હાર્ટની પ્રોબ્લેમ થઇ હતી. ત્યારે તેઓ ઉગરી ગયા હતા. પણ આ કોરોના તેમની મોતનું કારણ બની ગયું.

અત્યારે સ્ટેજ પર રાહત જેવું કોઇ નહીં
સૌથી મોટી વાત અમારા સ્ટેજ પર આ સમયે એવો કોઇ શાયર નથી જે રાહત ઇન્દોરીનો જવાબ બની શકે. પચાસ કે સો વર્ષ સુધી આશા નથી કે રાહત જેવી કોઇ વ્યક્તિ ઉર્દૂ સ્ટેજ પર આવશે. આ મોટું નુકસાન છે. જે બે ચાર લોકો બચ્યા છે ઉર્દૂના તેનાથી હવે સ્ટેજ ખાલી અને વિરાન થતું જાય છે. નિદા ફાઝલી બાદ રાહત સાહેબનું મૃત્યુ એક મોટું નુકસાન છે.

ફેબ્રુઆરીમાં તેમનો છેલ્લો મુશાયરો આવ્યો હતો
અમે લગભગ 500 વખત સ્ટેજ શેર કર્યું. છેલ્લી વખત અમે રાહત સાહેબના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે ફેબ્રુઆરીમાં થયો હતો. તે કાર્યક્રમ હતો- શાયરીના 50 વર્ષ અને રાહત ઇન્દોરી અને મુનવ્વર રાણાની શાયરીના 50 વર્ષ. આ કાર્યક્રમ થયો. તે ઇન્ટરવ્યૂ જેવો હતો. અમે અમારા કિસ્સાઓ સંભળાવતા હતા.

પાંચ પેગમાં અંબાલા પહોંચી જઇશું
એક વાર મેં રાહત સાહેબને પૂછ્યું- અંબાલા ચાલશો ? તો તેમણે કહ્યું- હા જઇશું. તમે કેવી રીતે જશો? મેં કહ્યું- ટ્રેનથી જઇશું. રાહત બોલ્યા- હું તો કારથી જઇશ. કારણ કે મારે દિલ્હીથી રાતની ટ્રેન પકડવી છે તેથી જલ્દી પાછુ આવવું છે. મેં પૂછ્યું- ગાડીથી જવામાં સમય કેટલો લાગે છે, દિલ્હીથી અમ્બાલા સુધીનો. તો કહ્યું- તમે સમજો એક..બે...ત્રણ..ચાર અને બસ પાંચમો પેગ અમે શરૂ કરીએ અને અમ્બાલા આવી જાય છે. તેઓ ખુબ જિંદાદિલ હતા અને મિત્રોને કામ આવનારા હતા.

મારા માટે વ્યક્તિગત નુકસાન
અમારા સંબંધ એવા હતા કે મુશાયરામાં રાહત મને બોલાવે કે હું તેમને બોલાવું. બન્ને એકબીજાની વાતનું માન રાખતા હતા. જો મારો પ્રોગ્રામ હોય તો રાહત સાહેબ સમય લઇને ત્યાં આવી જતા હતા. મારા માટે આ વ્યક્તિગત નુકસાન છે . કોઇને કહી પણ નથી શકતો કે રાહત સાહેબનું અવસાન થયું છે. મને લાગે છે કે જાણે હું મરી ગયો. ઇન્દોરમાં એક પત્રકાર છે તેણે અમને કહ્યું કે રાહત સાહેબ બીમાર થઇ ગયા છે. પછી ફેસબુકથી ખબર પડી. હું ફેસબુક પર નથી પણ તોય મને ખબર પડી.

એક વ્યક્તિ અને કેટલા કામ
'
તેમા એક મોટી ક્વાલિટી હતી કે એક વ્યક્તિ જે ટ્રકના સાઈન બોર્ડ પર પેઈન્ટ કરતી હતી, એક વ્યક્તિ જે મોટર સાઈકલ પાછળ નંબર લખતો હતો, ત્યાંથી તેઓએ એમએ કર્યું, પીએચડી કર્યું અને ઉર્દુ શાયરી ઉપર ડોક્ટરેટ કર્યું. શાયરી ઉપરાંત કોલેજમાં પ્રોફેસર બન્યા. ત્યાંથી મુંબઈ ગયા અને ફિલ્મોમાં ગીતો લખ્યા. ત્યાંથી પરત ફરીને ઈન્દોર, તે શાયરીમાં રહ્યા. એક એકલી વ્યક્તિએ ઘણા કામ કર્યા. શાયરી પણ કરી, ફિલ્મોમાં ગીત લખ્યા. ભણ્યા, પીએચડી કર્યુ. આટલું બધું કરનાર અમારી દ્રષ્ટીએ બીજું કોઈ નથી.'

તેઓ હસતા બોલતા રહ્યા
રાહતના શરીરમાં બીમારીઓ ફેલાઈ રહી હતી. પરંતુ રાહત આખી જિંદગી હંસતા બોલતા રહ્યા. અમે અને રાહત મળતા ત્યારે જોક્સ, હંસવુ અને જૂની વાતો વાગોળવાની મજા આવતી હતી. અમે બે લોકો જ સ્ટેજ ઉપર મળીને ખુશ થતા હતા. રાહત કહેતા હતા કે અમે બીમાર ઊંટની જેમ પાછળ બેસતા હતા. કેવું લાગે છે.


પહેલા સ્ટેજ પર કેટલી ધમાધમ કરતા હતા. હવે કેવા શબની જેમ બેઠા છે. રાહતે તેમની નાની ઉંમરમાં બહુ મોટું કામ કર્યું. ઘણું વાંચ્યું-લખ્યું. સૌથી મોટી વાત તેમણે ઉર્દૂ મુશાયરાને સન્માન અપાવ્યું. અમારી શાયરીને હિન્દી સાથે જોડી. આ સૌથી મોટી વાત છે. રાહત સાહેબ સાથે મારી પહેલી મુલાકાત મુંબઇના એક મુશાયરામાં થઇ હતી. મારા હિસાબે તે 1978-79ની વાત છે. ત્યાંથી જ અમને તેઓ ઇન્દોર લઇ ગયા હતા. ઇંદોર જઇને મને ખુશી એ થઇ કે ત્યાં મારા શેર લોકોને પહેલાથી જ યાદ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post