• Home
  • News
  • કેપ્સુલ બલૂનમાં બેસીને 10 હજાર ફૂટ ઉપર અંતરિક્ષની યાત્રા સંભવ, 6 કલાકનું ભાડું 96 લાખ રૂપિયા
post

અમેરિકાની સ્ટાર્ટઅપ ‘સ્પેસ પર્સપેક્ટિવ’ વર્ષ 2024માં ‘સ્પેસશિપ નેપ્ચ્યુન’ની શરૂઆત કરશે, તેમાં 9 યાત્રીકો બેસી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:52:45

અંતરિક્ષની યાત્રા કરનાર યાત્રીકોની ઈચ્છા હવે વર્ષ 2024માં પૂરી થશે. અમેરિકાનાં સ્પેસ ટૂરિઝમ સ્ટાર્ટ અપ સ્પેસ પર્સપેક્ટિવપર્યટકોને એક કેપ્સુલ બલૂનમાં વાયુમંડળની યાત્રા કરાવશે.

સ્ટાર્ટઅપે તેના કેપ્સુલ બલૂનનું નામ સ્પેસશિપ નેપ્ચ્યુનનામ આપ્યું છે. આ કેપ્સુલ બલૂનમાં 9 યાત્રીકો બેસી શકે છે. આ યાત્રા 6 કલાકની હશે. તેમાંથી 2-2 કલાક વાયુમંડળમાં પહોંચવા અને પૃથ્વી પર પરત આવવા માટે થશે. વચ્ચેના 2 કલાકમાં વાયુમંડળ અને એટલાન્ટિક મહાસાગરનો આનંદ માણી શકાશે.

10 હજાર ફૂટ ઉપર યાત્રા
સ્પેસશિપ નેપ્ચ્યુનબલૂન યાત્રીકોને 10 હજાર ફૂટ ઉપર લઈ જશે. બલૂનમાં મોટી પારદર્શક વિન્ડો અર્થાત બારી હશે. તેની મદદથી યાત્રીકો વાયુમંડળના અદભુત નજારાઓ જોઈ શકશે. આ બલૂન અટલાન્ટિક મહાસાગરની આસપાસ ભ્રમણ કરશે.

કેવી રીતે વિચાર આયો
સ્પેસશિપ નેપ્ચ્યુનબલૂનને જેન પોઈન્ટર અને ટેબર મેક્લમે મળીને બનાવ્યું છે. તેમના સ્ટાર્ટ અપનું નામ ગત વર્ષે વર્લ્ડ વ્યૂ હતું, જે સેન્સરની મદદથી અંતરિક્ષની તસવીરો લેવાનું કામ કરતી હતી. આ સેન્સરને વાયુમંડળમાં જતા બલૂનમમાં અટેચ કરવામાં આવતા હતા. સ્પેસશિપ નેપ્ચ્યુનનો વિચાર પણ અહીં જ આવ્યો.

સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો દાવો
સ્ટાર્ટઅપના જણાવ્યા અનુસાર, પ્રથમ વખત કંપની સ્પેસ ફ્લાઈટને લોકો માટે તૈયાર કરી રહી છે. આ યાત્રા એકદમ સુરક્ષિત અને આરામદાયક રહેશે. પ્લેનમાં બેસીને મુસાફરી કરતા હોવ તેવી જ આ યાત્રા હશે. તેમાં બેસવા માટે કોઈ ખાસ કપડાંની આવશ્યકતા નહીં રહે.

ફ્લોરિડાથી બલૂન છોડવામાં આવશે
અમેરિકાની સ્ટાર્ટ અપ કંપનીના જણાવ્યા અનુસારબલૂનને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડવામમાં આવશે. તે અટલાન્ટિક મહાસાગર પર રહેલી એક શિપ પર ઉતરાણ કરશે. સંસ્થાના કો ફાઉન્ડર જેન પોઈન્ટરના જણાવ્યા અનુસાર, કંપની લોકોને અંતરિક્ષ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. 2023માં તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને વર્ષ 2024માં કેપ્સુલ યાત્રીકોને લઈ જવા તૈયાર બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post