• Home
  • News
  • ભારતના બિલિમોરિયા કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ
post

ભારતમાં જન્મેલા બિલિમોરિયા બીયરના કોબરા બીયરના સંસ્થાપક છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:05:18

લંડન: ભારતીય મૂળના ઉદ્યમી લૉર્ડ કરણ બિલિમોરિયા કન્ફેડરેશન ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નોન પ્રોફિટેબલ સંગઠન કન્ફેડરેશન ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રી બ્રિટનમાં 1.90 લાખથી વધુ બિઝનેસમેનોનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતમાં જન્મેલા બિલિમોરિયા બીયરના કોબરા બીયરના સંસ્થાપક છે. તે ગત વર્ષથી કન્ફેડરેશન ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રીના ઉપાધ્યક્ષ હતા અને 58 વર્ષીય ઉદ્યમીને મંગળવારે એન્યુઅલ જનરલ મીટિંગમાં ભારે બહુમતથી અધ્યક્ષ તરીકે ચૂંટી લેવાયા હતા. બિલિમોરિયાએ કહ્યું કે આપણે સમાવેશી માધ્યમથી શ્રેષ્ઠ નિર્માણ, ટકાઉ વિકાસ કરી શકીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે કરણ બિલિમોરિયાનો પરિવાર ગુજરાતના નવસારી જિલ્લાના બિલિમોરાનો રહેવાસી હતો. જેથી તેમની અટક પણ બિલિમોરિયા છે. તેઓ મૂળ પારસી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post