• Home
  • News
  • અમેરિકામાં પોલીસ ઘૂંટણિયે, દેખાવકારોને શાંત રહેવા અપીલ
post

ટેક્નોક્રેટ નદેલા, સુંદર પિચાઈ અને ટિમ કૂક વંશીય સમાનતાની તરફેણમાં ઉતર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:15:38

વૉશિંગ્ટન: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ક્વિન્સમાં સોમવારે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી હિંસક દેખાવો ચાલુ થયા. દેખાવોના પગલે ટ્રમ્પને બંકરમાં જવું પડ્યું. દેખાવકારોની માંગને પગલે પોલીસકર્મીઓ ઘૂંટણિયે પડીને જાણે માફી માંગતા હતા. બાદમાં પોલીસે દેખાવકારોને શાંતિથી દેખાવો કરવાની અપીલ કરીને હિંસાનો સહારો નહીં લેવાનું કહ્યું હતું.


હિંસક દેખાવો અમેરિકાના 40 રાજ્યોમાં ફેલાયા
કોરોના મહામારીથી ઘેરાયેલું અમેરિકા હવે વંશીય હિંસા વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલનોની લપેટમાં છે. અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડનું શ્વેત પોલીસ અધિકારીની કસ્ટડીમાં મૃત્યુ થયું એ પછી આ મામલો તંગ છે. અહીં લાખો લોકો રસ્તા પર ઉતરીને અમેરિકન પોલીસની કાર્યવાહીનો હિંસક વિરોધ કરી રહ્યા છે. અહીંના 50માંથી 40 રાજ્યના 140 શહેરમાં આ હિંસક આંદોલન ફેલાઈ ગયું છે. વૉશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં તો કર્ફ્યૂ જાહેર કરવો પડ્યો છે. અત્યાર સુધી 4,100થી વધુ દેખાવકારોની પણ ધરપકડ કરાઈ છે. આ દરમિયાન 51 સિક્રેટ સર્વિસ એજન્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે. એકલા શિકાગોમાં ત્રણ દિવસથી 16ના મૃત્યુ થયા છે. આ આંદોલનને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા વખતે વર્ષ 1968માં થયેલા અભૂતપૂર્વ દેખાવો સાથે સરખાવાઈ રહ્યું છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોઈડના પરિવાર સાથે વાત કરી ચૂક્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે, શુક્રવારે સાંજે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શનના કરાણે ટ્રમ્પને થોડો સમય અન્ડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા. રવિવારે રાત્રે દેખાવકારોએ વ્હાઈટ હાઉસ સામે 200 વર્ષ જૂના સેંટ જોન્સ ચર્ચને પણ આગચંપી કરી. 1816માં બનેલા આ ચર્ચમાં તમામ અમેરિકન પ્રમુખ અનેક મુલાકાત લઈ ચૂક્યા છે. 


વૉશિંગ્ટનમાં ઠેર ઠેર વાહનોને આગચંપી 
અમેરિકામાં અશ્વેત યુવકના મૃત્યુ પછી દેખાવકારોઓએ વૉશિંગ્ટન સહિતના શહેરોમાં ઠેર ઠેર આગચંપી કરી હતી. ફ્લોઈડને ન્યાય અપાવવા અમેરિકા જ નહીં, કેનેડા અને યુરોપના દેશોમાં પણ પ્રદર્શનો થયા છે.


ભારતીય મૂળના ટેક્નોક્રેટ નદેલા, સુંદર પિચાઈ અને ટિમ કૂક પણ વંશીય સમાનતાની તરફેણ 
અમેરિકાની અગ્રણી કંપનીઓના ટેક્નોક્રેટોએ પણ આફ્રિકન અમેરિકન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલાએ કહ્યું છે કે, ‘રોજ રંગભેદ, ભેદભાવ અને ઘૃણાના સમાચારો આવે છે. અમને આ બધા જ માટે સહાનુભૂતિ છે.એપલના સીઈઓ ટિમ કૂકે પણ કહ્યું છે કે, ‘અહીં સાથે રહેવા આપણે એકબીજા સાથે ઊભા રહેવું પડશે.એવી જ રીતે, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વિટ કરી છે કે, ‘યુએસ ગૂગલ અને યુ ટ્યૂબના હોમ પેજ પર અમે અશ્વેત લોકો સાથે એકજૂટતા દર્શાવી છે. જે લોકો દુ:ખ મહેસૂસ કરી રહ્યા છે, તેઓ એકલા નથી.


15
રાજ્યમાં 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત ટ્રમ્પે કહ્યું- અરાજકતા માટે ડાબેરીઓ જવાબદાર
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હિંસા માટે ડાબેરી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘હિંસાખોરોએ સામાન્ય લોકોને ડરાવી દીધા છે. તેઓ ઉદ્યોગગૃહોની સંપત્તિને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. આગચંપી કરીને દેશની સંપત્તિને નુકસાન કરી હ્યા છે. જ્યોર્જ ફ્લોઈડની યાદોને ઉપદ્રવીઓ અને લૂંટારુઓએ બદનામ કરી છે.આ દરમિયાન વ્હાઈટ હાઉસે પોતાના કર્મચારીઓને એક મેઈલ કરીને કહ્યું છે કે, તમારા એન્ટ્રી પાસ છુપાવીને રાખજો, તમે ક્યાંક દેખાવકારોઓના શિકાર ના થઈ જાઓ અને કોઈ પાસ છીનવી ના લે. વૉશિંગ્ટન સહિત 15 રાજ્યમાં 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post