• Home
  • News
  • ક્રિકેટ / ન્યૂઝીલેન્ડના લિયો કાર્ટરે એક ઓવરમાં 6 સિક્સ મારી, આવું કરનાર વર્લ્ડનો સાતમો બેટ્સમેન બન્યો
post

ઇન્ટરનેશનલ T-20માં આ રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, તેણે 2007 T-20 વર્લ્ડ કપમાં બ્રોડની બોલિંગમાં 6 સિક્સ મારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 09:32:58

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે રવિવારે એક ઓવરમાં 6 સિક્સ મારી હતી. આવું કરનાર તે વર્લ્ડનો સાતમો બેટ્સમેન બન્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક T-20 ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી ટીમના કાર્ટરે નોર્દર્ન નાઈટ્સ સામે સિદ્ધિ મેળવી હતી. કાર્ટરે સ્પિનર એન્ટન ડેવસિચની બોલિંગમાં મેચની 16મી ઓવરમાં 6 સિક્સ મારી હતી.

કાર્ટર સિવાય વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ, ઇંગ્લેન્ડના રોસ વિટિલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. યુવરાજે 2007ના T-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં 6 સિક્સ મારી હતી.

1 ઓવરમાં 6 સિક્સ મારનાર પ્લેયર્સની સૂચિમાં બે ભારતીય

ખેલાડી

દેશ

ફોર્મેટ

બોલર

મેચ

ગેરી સોબર્સ

વેસ્ટ ઇન્ડિઝ

ફર્સ્ટ ક્લાસ

મેલક્મ નેસ

નોટિંગહામશાયર-ગ્લેમર્ગન 1968

રવિ શાસ્ત્રી

ભારત

ફર્સ્ટ ક્લાસ

તિલક રાજ

મુંબઈ-વડોદરા 1985

હર્ષલ ગિબ્સ

દક્ષિણ આફ્રિકા

વનડે

ડેન વાન બુંગે

.આફ્રિકા- નેધરલેન્ડ્સ 2007

યુવરાજ સિંહ

ભારત

T-20

સ્ટુઅર્ટ બ્રોડ

ભારત-ઇંગ્લેન્ડ 2007

રોસ વિટિલી

ઇંગ્લેન્ડ

T-20

કાર્લ કર્વર

વોરસેસ્ટરશર-યોર્કશાયર 2017

હઝરતુલ્લાહ ઝઝાઈ

અફઘાનિસ્તાન

T-20

અબ્દુલ્લા મજારી

કાબુલ જવાનન-બલ્ખ લેજેન્ડ 2018

લિયો કાર્ટર

ન્યૂઝીલેન્ડ

T-20

એન્ટન ડેવસિચ

કેન્ટરબરી-નોર્દર્ન નાઈટ્સ 2020

કેન્ટરબરી 7 વિકેટે મેચ જીત્યું
મેચમાં નૉર્દર્ન નાઇટ્સે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 219 રન કર્યા હતા. જવાબમાં કેન્ટરબરીએ કાર્ટરની 6 સિક્સ થકી 7 બોલ બાકી રાખીને 7 વિકેટે મેચ જીતી હતી. મેચમાં કાર્ટરે 29 બોલમાં 70 રન ફટકાર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post