• Home
  • News
  • ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર ભારત સામે પ્રથમ ટેસ્ટ રમીને ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બનશે
post

35 વર્ષીય ટેલર 99 ટેસ્ટ, 231 વનડે અને 100 T-20 રમ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 10:26:16

ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર 21 ફેબ્રુઆરીએ ભારત સામે વેલિંગ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટ રમતાની સાથે જ ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બનશે. 35 વર્ષના ટેલરે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું 2023નો વનડે વર્લ્ડ કપ રમવા માંગુ છું. પરંતુ 2021ના અંતે મારુ ફોર્મ અને ફિટનેસ લેવલ કેવું છે તેના પર આધાર રાખે છે કે હું રમવાનું ચાલુ રાખીશ કે નહીં. અત્યારે મારુ બધું ધ્યાન ઓક્ટોબરના T-20 વર્લ્ડ કપ પર છે. તેમજ તેના પછી હોમ સીઝનમાં સારો દેખાવ કરવા મક્કમ છું. ત્યારબાદ ફોર્મ અને ફિટનેસ પર બધું નિર્ભર કરે છે."

ટેલરે વધુ ઉમેરતા કહ્યું કે, ફોર્મ અને ફિટનેસ ઉપરાંત રનની ભૂખ હોવી પણ જરૂરી છે. જો હું પોતાને ટીમમાં સ્થાન મેળવવા લાયક સમજતો હોઈશ તો ચોક્કસ 2023ના વર્લ્ડ કપમાં રમીશ.

ન્યૂઝીલેન્ડ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બનશે
ટેલર સ્ટિફન ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ પછી કિવિઝ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બનશે. તેણે કહ્યું કે, 100મી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવું જ હોય છે. પરંતુ હું તેનું દબાણ લઈશ નહીં. આને અન્ય કોઈ ગેમની જેમ જ રમીશ. મને આશા છે કે હું સીરિઝની પહેલી મેચમાં ટીમ માટે જરૂરી યોગદાન આપીશ.

માર્ટિન ક્રોવને યાદ કર્યા
ટેલરને ક્રિકેટ રમવા માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવે મોટીવેટ કર્યા હતા. ટેલરે તેમને યાદ કરતા કહ્યું કે, એમણે મારામાં એવું કંઈક જોયું હતું, જે મેં પોતે જોયું નહોતું. હું હંમેશા તેમનો આભારી રહીશ. હું 1 ટેસ્ટ રમીને ખુશ હતો, 100 ટેસ્ટ રમવી બહુ મોટી વાત છે. મને આ જર્નીમાં મદદ કરનાર તમામનો હું આભાર માનું છું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post