• Home
  • News
  • દિશા સલિયન ડેથ કેસમાં ભાજપ નેતાનો દાવો:મોત પહેલાં દિશાએ મદદ માટે 100 નંબર પર કૉલ કર્યો હતો, મુંબઈ પોલીસ પાસે માહિતી હશે, આ રેકોર્ડેડ ફોન હતો
post

ભાજપ નેતા નિતેશ રાણેએ દિશા સલિયનના મોત અંગે મુંબઈ પોલીસ પર સવાલ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 10:35:19

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત અંગે ભાજપ નેતા નિતેશ રાણેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે મોત પહેલા દિશાએ 100 નંબર પર ફોન કરીને મુંબઈ પોલીસની મદદ માગી હતી પરંતુ તેને બચાવી શકાઈ નહીં.

પાર્ટીમાં કંઈક તો ખોટું થયું હતું: રાણે
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં રાણેએ કહ્યું હતું, 'અમે સાંભળ્યું છે કે દિશાની પાર્ટીમાં કંઈક તો ખોટું થયું હતું, ત્યારબાદ તેણે મલાડ-માલવાની સ્થિત પોતાનું ઘર છોડી દીધું હતું. તેણે 100 નંબર પર ફોન કરીને મદદ માગી હતી અને બધી વાત કહી હતી. પોલીસ પાસે આની માહિતી હશે, કારણ કે આ રેકોર્ડેડ કોલ હતો.'

વધુમાં તેમણે કહ્યું હતું, 'જોકે, મુંબઈ પોલીસે તેની મદદ કરી નહીં. આથી તેમની પર સવાલ થાય છે. હું એક લીડ આપી રહ્યો છું અને CBIએ તપાસ કરવી જોઈએ. જો CBI ઈચ્છે તો હું તેમની મદદ કરવા માટે તૈયાર છું.'

મુંબઈ પોલીસે કેમ બેવાર તપાસ અધિકારીની બદલી કરી?
રાણેએ દિશાના મોત પર સવાલ કરતાં કહ્યું હતું, 'જો આ દુર્ઘટનાવશ મોત કે પછી આત્મહત્યા હતી તો મુંબઈ પોલીસે તપાસ અધિકારી કેમ બેવાર બદલ્યા? રોહન રાય (દિશાનો ભાવિ પતિ)એ 9 જૂનના રોજ દિશાના અંતિમ સંસ્કારનો પ્લાન કેમ બનાવ્યો હતો? જ્યારે દિશાનું પોસ્ટમોર્ટમ 11 જૂને થયું હતું.'

'દિશાનો ફોન 4-4.30ની વચ્ચે સ્વિચ ઓફ થયો'
રાણેએ કહ્યું હતું, 'જો આ આકસ્મિક મોત હતું તો દિશાના કૉલ ડિટેલ રેકોર્ડમાં છેલ્લો કૉલ આઠ જૂનની રાત્રે 8.30 વાગે બતાવે છે અને તેનો ફોન 4-4.30એ સ્વિચ ઓફ થયો હતો. શું તેના મોત બાદ પણ તેના ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ પૂરો ઘટનાક્રમ અનેક સવાલ ઊભા કરે છે અને આ કેસ સુસાઈડ જેવો દેખાતો નથી. આની તપાસ થવી જોઈએ.'

રોહન રાયની સુરક્ષા માટે અમિત શાહને પત્ર લખ્યો
નિતેશે આ લેટર લખવા પાછળનું કારણ જણાવ્યું કે, 'દિશાના મૃત્યુ પછી એક અઠવાડિયાં પછી રોહનને મુંબઈ છોડવું પડ્યું, આ મોટો કેસ છે. ઘણા બાહુબલી તેની પર દબાણ મૂકી રહ્યા છે આથી જ તે મુંબઈ પાછા આવતા ડરી રહ્યો છે. લેટરમાં લખ્યું કે, દિશાએ ઝંપલાવ્યું ત્યારે તે તેની સાથે જ હતો જ્યારે ચર્ચાઓ એવી થઇ રહી હતી કે આ ઘટના પછી તેના 20-25 મિનિટ પછી રોહન પહોંચ્યો હતો. હું ઈચ્છું છું કે CBI રોહનની પૂછપરછ કરે, તેમને મહત્ત્વના પુરાવા મળશે. કારણકે એક વાત પાક્કી જ છે કે દિશા અને સુશાંતનું મૃત્યુ એકબીજા સાથે લિંક છે.'

પિઠાનીએ પણ બંનેના મોત વચ્ચે કનેક્શન હોવાનો દાવો કર્યો
સુશાંત સિંહ રાજપૂતને દિશા સલિયનના મોતના સમાચાર મળ્યા તો તે બેભાન થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ખુલાસો તેના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીએ CBIની પૂછપરછ દરમિયાન કર્યો હતો. જ્યારે સુશાંતને હોશ આવ્યો ત્યારે તે એમ જ કહેતો હતો કે તેને મારી નાખવામાં આવશે. સુશાંતે સિદ્ધાર્થને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધારવાની વાત કહી હતી. સિદ્ધાર્થ પિઠાનીના આ નિવેદનથી દિશા તથા સુશાંત મોત કેસમાં કનેક્શન હોવાની આશંકા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post