• Home
  • News
  • નિતીશ રાણાની મહત્ત્વપૂર્ણ ઈનિંગ, KKR 10 બોલ પહેલા મેચ જીતી; DCની સતત ચાર જીત પછી પહેલી હાર
post

કોલકાતાએ 10 બોલ પહેલા મેચ જીતી લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:48:33

IPL ફેઝ -2માં દિવસની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જ્યાં KKR128 રનના ટાર્ગેટને ચેઝ કર્યો અને 3 વિકેટે જીત મેળવી હતી. કોલકાતાએ 10 બોલ પહેલા મેચ જીતી લીધી હતી. ટીમની જીતમાં નીતિશ રાણાએ 27 બોલમાં અણનમ 36 રન કર્યા હતા, જ્યારે સુનીલ નરેને માત્ર 10 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. 

KKRની ઇનિંગ નિષ્ફળ ગઈ
લક્ષ્યનો પીછો કરતા કોલકાતાની પહેલી વિકેટ વેંકટેશ અય્યર (14)ની પડી હતી. તેની બીજી જ ઓવરમાં રાહુલ ત્રિપાઠી (9) આઉટ થયો હતો. ત્યારપછી શુભમન ગિલ અને નીતીશ રાણાએ ઇનિંગ્સ સંભાળી હતી, જોકે ત્યારપછી કાગિસો રબાડાએ તેને આઉટ કર્યો અને દિલ્હીને ત્રીજી સફળતા અપાવી હતી.

કોલકાતાની છઠ્ઠી વિકેટ દિનેશ કાર્તિક (12)ના રૂપમાં પડી હતી. દિલ્હી તરફથી અવેશ ખાન 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.


89 રનમાં અડધી દિલ્હીની ટીમ પેવેલિયન ભેગી
કોલાકતા નાઈટ રાઈડર્સે શરૂઆતથી જ આક્રમક બોલિંગ કરીને DCના પ્લેયર્સને હાઈસ્કોર કરતા રોક્યા હતા. કોલકાતાએ સ્ટીવ સ્મિથની વિકેટ લેતા DCની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. સ્મિથને ફર્ગ્યુસને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે આઉટ થયા બાદ દિલ્હીએ બેક ટુ બેક હેટમાયર અને લલિત યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. આમ કોલકાતાએ આક્રમક બોલિંગ કરીને 89 રનમાં દિલ્હીની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી હતી.


વેંકટેશ અય્યર ડાર્ક હોર્સ સાબિત થયો
વેંકટેશ અય્યર આ લેગમાં કોલકાતા માટે ડાર્ક હોર્સ સાબિત થયો છે. તેણે ત્રણ મેચમાં 41, 53 અને 18 રન કર્યા છે. KKRના બોલરો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે કેપ્ટન ઓઈન મોર્ગનનું ફોર્મ ચિંતાનું કારણ છે. IPL 2020થી મોર્ગનની T-20 ક્રિકેટમાં એવરેજ 18.92 અને સ્ટ્રાઈક રેટ 123.72 છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post