• Home
  • News
  • ભારત કે ઓસ્ટ્રેલિયાના નહીં પણ આ દેશના ક્રિકેટરે કરી કમાલ, T20Iમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ
post

કુશલ મલ્લાએ ગયા વર્ષે મંગોલિયા સામે એશિયન ગેમ્સમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:27:15

નેપાળમાં રમાઈ રહેલી T20I ટ્રાઇ સીરિઝમાં નામીબિયાના બેટર નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે નેપાળના ક્રિકેટર કુશલ મલ્લાનો રેકોર્ડ તોડી દીધો છે. કુશલ મલ્લાએ ગયા વર્ષે મંગોલિયા સામે એશિયન ગેમ્સમાં 34 બોલમાં સદી ફટકારી હતી. જોન નિકોલ લોફ્ટી ઈટને 36 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી નામિબિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા.

40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર

નિકોલ લોફ્ટી ઇટન T20Iમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર બની ગયો છે. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં સદી ફટકારીને કુશલ મલ્લાએ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ડેવિડ મિલર, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમસેકરાનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓએ 35-35 બોલમાં સદી ફટકારી હતી.

ફાઈનલ પહેલા દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે

નેપાળ અને નામિબિયા ઉપરાંત નેધરલેન્ડ પણ નેપાળ T20I ટ્રાઇ સીરિઝનો ભાગ છે. ફાઈનલ પહેલા દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. ફાઈનલ પહેલા કુલ 6 મેચ રમાશે. 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સીરિઝ 5 માર્ચ સુધી ચાલશે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સળંગ મેચો રમાશે. 4 માર્ચે કોઈ મેચ થશે નહીં. ફાઈનલ પહેલા એક દિવસનો વિરામ હશે.

adv

Related News

post
post
post
post
post
post
post