• Home
  • News
  • મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા
post

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 1 જાન્યુઆરી 1950ના રોજ રાહત ઈન્દોરીનો જન્મ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 08:47:35

ઈન્દોર: મશહુર શાયર રાહત ઈન્દોરીનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેઓ 70 વર્ષના હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈન્દોરની અરબિંદો હોસ્પિટલ ખાતે તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, જ્યાં મંગળવાર સવારે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ એ સારવાર કારગત નીવડે એ પહેલાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. તેમને ન્યુમોનિયા પછી કોરોના થયો હતો, કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી શકાયા ન હતા.

ફેફસામાં ન્યુમોનિયાના કારણે ICUમાં રાખવામાં આવ્યા હતા
રાહત ઈન્દોરીના પુત્ર અને યુવા શાયર સતલજ રાહતે જણાવ્યું હતું કે પિતા છેલ્લા ચાર મહિનાથી માત્ર નિયમિત તપાસ માટે જ ઘરની બહાર નીકળતા હતા. તેમને ચાર-પાંચ દિવસથી બેચેની અનુભવાતી હતી. ડોક્ટરોની સલાહ પછી ફેફસાનો એક્સ-રે કરાવ્યો તો ન્યુમોનિયા હોવાની પુષ્ટિ થઈ હતી. પછીથી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. રાહતને હાર્ટ અને ડાયાબિટીસ બંને રોગ હતા. તેમના ડોક્ટર રવિ દૌસીએ જણાવ્યું હતું કે બંને ફેફસામાં ન્યુમોનિયા હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ કારણે ICUમાં રાખવામાં આવ્યા હતા.

કુમાર વિશ્વાસે કહ્યું હતું- કોરોનાએ ખોટા માણસ સાથે બાથ ભીડી
કુમાર વિશ્વાસે રાહત ઈન્દોરીને કોરોના થયો હોવાના સમાચાર સાંભળીને ટ્વિટ કર્યું હતું કે કોરોના આ વખતે ખોટા માણસ સાથે બાથ ભીડી છે. રાહત ઈન્દોરીએ પોતે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.

મુન્નાભાઈ MBBS અને મર્ડર જેવી ફિલ્મોમાં 22 ગીતો લખ્યા
રાહત ઈન્દોરીનો જન્મ 1 જાન્યુઆરી 1950ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે બરકતુલ્લાહ યુનિવર્સિટીમાંથી ઉર્દુમાં MA(માસ્ટર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો હતો. ભોજ યુનિવર્સિટીએ તેમને ઉર્દુ સાહિત્યમાં પીએચડીની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. રાહતે ફિલ્મોમાં 22 ગીતો લખ્યા હતા. તેમાં મુન્નાભાઈ MBBS, મીનાક્ષી, ખુદ્દાર, નારાજ, મર્ડર, મિશન કાશ્મીર, કરીબ, બેગમ જાન, ઘાતક, ઈશ્ક, જાનમ, સર, આશિયા અને મેં તેરા આશિક જેવી ફિલ્મો સામેલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post