• Home
  • News
  • મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની કમાલ, ઈંગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ
post

મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. ભારતીય ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 10:29:23

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની આજેથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આજે પહેલા દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 21/0 હતો. આજે મેચના પહેલા દિવસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. ભારતીય ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને પહેલી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 64.4 ઓવરમાં 183 રને સમેટાઈ ગઈ. ભારત તરફથી પહેલી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી. 

ટીમ ઈન્ડિયા કોઈ પણ નુકસાન વગર 21 રન
ઈંગ્લેન્ડની ટીમ 183 રને ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગની શરૂઆત થઈ. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતીય ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન કરી લીધા હતા. કે એલ રાહુલ (9) અને રોહિત શર્મા (9) આવતી કાલે બીજા દિવસે બેટિંગની શરૂઆત કરશે. 

ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ લીધી
ભારત વિરુદ્ધ પહેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પણ આ નિર્ણય આકરો સાબિત થયો કારણ કે ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. આખી ટીમ 64.4 ઓવરમાં માત્ર 183 રને પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી. જ્યારે શમીએ 3 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી. 

પહેલી ટેસ્ટમાં બંને ટીમ આ પ્રમાણે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા, કે એલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રાહણે, ઋષભ પંત (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન- રોની બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (કેપ્ટન), જ્હોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટ કિપર) સેમ કુરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન

ભારતની આખી ટીમ- રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રાહણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે એલ રાહુલ, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), અભિમન્યુ ઈશ્વરન, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો

ઈંગ્લેન્ડની આખી ટીમ- જો રૂટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જોસ બટલર, માર્ક વુડ, સેમ કુરેન, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક ક્રોલી, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવરટન

 

adv

Related News

post
post
post
post
post
post
post