• Home
  • News
  • વિશ્વની સૌથી મોટી બાસ્કેટબોલ લીગ NBA 74 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ચાહકોની ગેરહાજરીમાં, તમામ મેચ એક જ શહેરમાં યોજાશે
post

એનબીએ ખેલાડીઓનો રમતા પહેલાં 2 વખત કોવિડ-19 ટેસ્ટ થશે, 48 કલાકનું સેલ્ફ આઈસોલેશન પણ જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:41:08

ન્યૂયોર્ક: વિશ્વની સૌથી મોટી બાસ્કેટબોલ લીગ એનબીએ કમબેક માટે તૈયાર છે. આયોજકોએ કોવિડ-19ના કારણે સંપૂર્ણ સુરક્ષા સાથે અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)ને શરૂ કરવાની યોજના બનાવી લીધી છે. 22 દિગ્ગજ ટીમો વચ્ચે રમાનાર આ લીગ 31 જુલાઈથી શરૂ થશે અને 12 ઓક્ટોબર અગાઉ તેની ફાઈનલ મેચનું આયોજન કરાશે.

એનબીએના 74 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મેચો ફેન્સ વગર રમાશે. પ્રથમવાર એવું બનશે જ્યારે મેચો માત્ર એક જ સ્થળે રમાશે. હોમ કે અવે મેચ નહીં રમાય. ફ્લોરિડા (ઑરલેન્ડો)ના વૉલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટની પસંદગી કરાઈ છે. બધી ટીમો અહીં પ્રેક્ટિસ કરશે અને મેચો પણ રમશે, તેઓ સંપૂર્ણ સિઝન અહીં રોકાશે. અત્યારસુધી તમામ ટીમે 65-66 મેચો રમી છે અને 72-73 મેચ બાકી છે. અમુક ટીમને 8 અને અમુકને 10 મેચ રમવાની છે. 

3 હોટલમાં રોકાશે ખેલાડી, એકબીજાના રૂમમાં જવાની મંજૂરી નહીં મળે
ખેલાડીઓને ઑરલેન્ડોના ડિઝની વર્લ્ડમાં પહોંચવા પર સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે. ખેલાડી 48 કલાક સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. જ્યાંસુધી તેમના 2 કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ નથી આવતા, ત્યાંસુધી તેમને રમવાની મંજૂરી નહીં મળે. ખેલાડી અને સ્ટાફને એકબીજાના રુમમાં જવા મંજૂરી નહીં મળે. ખેલાડીઓ 3 હોટલમાં રોકાશે, જે તેમની માટે બુક કરવામાં આવી છે.

દરેક ટીમના શેફ, ખેલાડીઓ ગમે ત્યારે ભોજન કરી શકશે 
ટીમોએ એક શેફ રાખવો પડશે. ફૂડ રુમ 24 કલાક ઓપન રખાશે. ખેલાડીઓ ગમે ત્યારે જમી શકશે. તેમને સાથી ખેલાડી સાથે જમવાની છૂટ મળશે. તેઓ ફૂડ એપ થકી પણ ભોજન મંગાવી શકશે. તમામને ડિઝ્ની મેજિક બેન્ડ અપાશે. આ તેમની અવર-જવરનો એક્સેસ રહેશે અને તેમાં તેમની માહિતી પણ હશે. કેમ્પસમાં એક ટીમના માત્ર 37 લોકોને મંજૂરી મળશે. તેમાં 17 ખેલાડી અને અન્ય સપોર્ટ સ્ટાફ રહેશે. ટીમોને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ રાખવાની પણ સૂચના છે.

પ્રથમ હરોળના લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
તમામ ખેલાડીઓએ માસ્ક પહેરવું પડશે. માત્ર જમતા સમયે અથવા રુમમાં તેઓ માસ્ક વગર રહી શકે છે. બહાર કોઈપણ પ્રવૃત્તિ માટે નીકળી નહીં શકે.  જે ખેલાડી, રેફરી એરેનાની પ્રથમ હરોળમાં હશે, તેમના માટે માસ્ક ફરજિયાત રહેશે. આ વખતે એનબીએ દરમિયાન ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. અમુક લોકો ગેલેરીમાં ટીમોને જોઈ શકે છે, કારણ કે અન્ય ટીમના ખેલાડીઓને મેચ જોવાની મંજૂરી મળી છે. મીડિયા અને સ્પૉન્સરને આવવાની મંજૂરી રહેશે. 

એક દિવસમાં 3-4 મેચ, અમુકનું લાઈવ ટેલિકાસ્ટ થશે
તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ નહીં થઈ શકે. એનબીએ એક દિવસમાં 3-4 મેચની યોજના બનાવી રહ્યું છે. એવામાં અમુક જ લાઈવ મેચ ટેલિકાસ્ટ થઈ શકશે. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ જણાશે તો તેને આઈસોલેટ કરાશે, મેનેજમેન્ટ રિપોર્ટની પૃષ્ટિ કરશે. તેને ટીમથી 14 દિવસ માટે અલગ કરાશે. 3 મેડિકલ એક્સપર્ટની પેનલ ખેલાડીની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરશે અને તેની સેલેરીમાં કોઈ કાપ મૂકાશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post