• Home
  • News
  • પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવી સહિત હજારો આતંકવાદીઓના નામ ટેરર વોચ લિસ્ટમાંથી હટાવ્યા, હવે તેમાં 7600ની જગ્યાએ 3800 આતંકવાદી
post

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર જકી-ઉર-રહમાન લખવીનું નામ લિસ્ટમાં સામેલ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:41:38

ઈસ્લામાબાદ: પાકિસ્તાને તેની ટેરર વોચ લિસ્ટમાંથી હજારો આતંકવાદીઓના નામ હટાવી દીધા છે. તેમાં 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર જકી-ઉર-રહમાન-લખવી પણ સામેલ છે. અમેરિકામાં ન્યૂયોર્કની એક રેગ્યુલેટરી ટેક્નોલોજી કંપની કસ્ટેલમ.એઆઇ દ્વારા એકત્ર ડેટા અનુસાર આ જાણકારી આપવામાં આવી છે. 

ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂન મહિનામાં મની લોન્ડરિંગ અને આતંકી ફન્ડિંગ મામલે પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરશે. એવું માનવામાં આવી રહ્યું છે પાકિસ્તાને તેના આતંકવાદીઓને કાર્યવાહીથી બચાવવા આ નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી આ યાદી મેન્ટેન કરે છે. તેનો ઉદ્દેશ્ય નાણાકીય સંસ્થાનોને શંકાસ્પદ આતંકવાદીઓ સાથે લેવડદેવડ કરવાથી રોકવાનો છે. વોલ સ્ટ્રીટ જર્નલે કસ્ટેલમ. એઆઇના ડેટાના આધાર પર રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે 2018માં પાકિસ્તાનની ટેરર વોચ લિસ્ટમાં 7600 આતંકવાદીઓના નામ હતા. છેલ્લા 18 મહિનામાં તે આંકડો ઘટીને 3800 થઇ ગયો છે. આ વર્ષે માર્ચની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 1800 નામ હટાવવામાં આવ્યા છે. આ નામો હટાવવાનું કોઇ કારણ પણ જણાવાયું નથી. 

હટાવવામાં આવેલા ઘણા આતંકીઓના નામ અમેરિકા અને યુએનની યાદીમાં
વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે પાકિસ્તાનની લિસ્ટથી હટાવવામાં આવેલા ઘણા આતંકીઓના નામ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં સામેલ આતંકવાદીઓના નામથી મળતા આવે છે. પરંતુ પાકિસ્તાનની લિસ્ટમાં ખોટી જાણકારી હોવાથી કંઇ પણ ચોકસાઇથી કહેવું મુશ્કેલ છે. રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાને એક આતંકવાદી જાકા-ઉર- રહમાનનું નામ હટાવ્યું છે અને અમેરિકાની લિસ્ટમાં લશ્કરના કમાન્ડરનું નામ જકી ઉર રહમાન છે. તેનાથી શંકા થઇ કે પાકિસ્તાને લશ્કરના આતંકવાદીનું નામ હટાવ્યું છે. જ્યારે ચેક કર્યું તો પાકિસ્તાનની લિસ્ટમાં તેનું નામ હતું નહીં. તેનો અર્થ એ કે તે પહેલા લિસ્ટમાં સામેલ ન હતો અથવા તો તેને અત્યારે હટાવવામાં આવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post