• Home
  • News
  • પાકિસ્તાનની વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી:સ્પોર્ટ્સ મિનિસ્ટરે કહ્યું- જો ભારત એશિયા કપ માટે ન્યૂટ્રલ વેલ્યૂ પર અડગ, અમે પણ એમ જ કરીશું
post

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:22:49

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી પર શંકા યથાવત્ છે. પાકિસ્તાનના ખેલ મંત્રી એહસાન મજારીએ કહ્યું- હું ઇચ્છું છું કે ભારત પણ એશિયા કપ મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવાની માગ છોડી દે નહીંતર અમે પણ વર્લ્ડ કપ રમવા માટે ભારત આવીશું નહીં.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 27 જૂને વર્લ્ડ કપ માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. આ સિવાય પાકિસ્તાને ચાર શહેરો હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં તેની લીગની 8 મેચ રમવાની છે.

મજારી 14 સભ્યોની સુરક્ષા ટીમનો ભાગ
મજારીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું- વડાપ્રધાન શાહબાઝ શરીફે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની અધ્યક્ષતામાં 14 સભ્યોની સમિતિની રચના કરી છે. તેમાં મારી સાથે કુલ 11 મંત્રીઓ છે.

પાકિસ્તાને ભારતમાં ક્રિકેટ રમવી જોઈએ કે નહીં તે મુદ્દે અમે ચર્ચા કરીશું. અમે અમારી ભલામણ વડાપ્રધાનને મોકલીશું. તેના આધારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપમાં મોકલવા અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન લેશે.

PCB મારા વિભાગમાં આવે છે. મારા મતે, ભારતે એશિયા કપની મેચો તટસ્થ સ્થળોએ રમવાની માગ પણ છોડી દેવી જોઈએ, અન્યથા અમે પણ પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચો ભારતને બદલે તટસ્થ સ્થળોએ રમવાની માગ કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post