• Home
  • News
  • અમેરિકામાં ફટાકડાની સમસ્યાથી ચિંતાતુર લોકોએ મેયરના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડ્યું, સવારે તો નવા નિયમ બની ગયા
post

મેયરે 42 લોકોની ટાસ્ક ફોર્સ બનાવી, જેમાં 10 પોલીસ અધિકારી, 12 ફાયર માર્શલ અને 20 ઇન્વેસ્ટીગેટર સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:29:22

વોશિંગ્ટન : અમેરિકા સહિત ઘણા શહેરોમાં આખી રાતથી ફૂટી રહેલા ફટાકડાથી સ્થાનિકો મુશ્કેલીમાં છે. લોકોની ઊંઘ પણ તેના લીધે થતી નથી. આ સમસ્યાનો સામનો સૌથી વધારે ન્યૂ યોર્ક શહેર કરી રહ્યું છે. ગેરકાયદે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો છૂટથી આતશબાજી કરી રહ્યા છે. 

ઘણી ફરિયાદો કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ના થતા ન્યૂ યોર્ક શહેરના લોકોએ મેયર બિલ ડી બ્લાસિયોના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડતા રહ્યા. લોકોએ પોતાની તકલીફ મેયરને જણાવતા કહ્યું કે, જો અમે શાંતિથી ઊંઘી શકતા નથી તો તમને પણ ઊંઘવા નહિ દઈએ. ત્યારબાદ મેયરે સવાર પડતાની સાથે જ કડક નિર્ણય લઇ લીધા.

મેયરે 42 લોકોની ટાસ્ક ફોર્સ બનાવી, જેમાં 10 પોલીસ અધિકારી, 12 ફાયર માર્શલ અને 20 ઇન્વેસ્ટીગેટર સામેલ છે. આ ટીમ તપાસ સિવાય સ્ટિંગ ઓપરેશન પણ કરશે અને કઈ જગ્યાએ લોકો પ્રતિબંધ હોવા છતાં પણ ફટાકડાં ફોડે છે તેનું ધ્યાન રાખશે. આ ફટાકડાં કોણ સપ્લાય કરે છે તેની પર પણ નજર રાખશે. ત્યારબાદ દોષીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફટાકડાથી લોકો એટલા બધા મુશ્કેલીમાં છે કે માત્ર ન્યૂ યોર્ક શહેરમાં જ ઇમર્જન્સી નંબર પર એક મહિનામાં 12,500 ફરિયાદ આવી ગઈ છે. વર્ષ 2019માં પ્રથમ 6 મહિનામાં નોંધાયેલી ફરિયાદો કરતાં આ ફરિયાદો 12 ગણી વધારે છે. માત્ર બ્રુકલિનમાં જ જૂન મહિનામાં 4500 ફરિયાદ આવી ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post