• Home
  • News
  • PHotos: કરીના કપૂરે બેબી બમ્પ સાથે કર્યા એવા યોગ, જોત જોતામાં તસવીરો થઇ વાયરલ
post

કરીના કપૂરે ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 11:01:35

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (kareena kapoor khan) અને તેનો પતિ સૈફ અલી ખાન તેમના બીજા બાળકને આવકારવા તૈયાર છે. કરીના હાલ યોગ કરતી જોવા મળી હતી. કરીનાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું હતું. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરીના કપૂરે ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચસ્વ જમાવ્યું છે. કરીના સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે.

સોમવારે કરીના કપૂરે કેટલીક આવી જ તસવીરો શેર કરી હતી જે શેર કરતાની સાથે જ વાયરલ થઈ હતી. તેની નવી તસવીરોમાં કરીના બેબી બમ્પ બતાવતી જોવા મળી હતી.. યોગ સાથે એક મોટિવેશનલ નોટ શેર કરી તસવીરો શેર કરી હતી.

થોડા સમય પહેલા જ કરીના તેના નવા મકાનમાં શિફ્ટ થઈ. પ્રથમ મકાન કરતા તેનું ઘર ઘણું મોટું છે. તેણે તેની એક તસવીર પણ શેર કરી છે. નવા ઘર વિશે કરિનાએ કહ્યું હતું કે તે પોતાનું જૂનું મકાન પસંદ કરે છે પરંતુ બીજા બાળકના આગમન માટે તેને તેના ઘરમાં આટલા ફેરફાર કરાવવા પડ્યા હતા.

કરીના લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. આ સિવાય તે સતત ઘણાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું શૂટિંગ પણ કરી રહી છે. હાલ કરીના તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post