• Home
  • News
  • પાયલટ્સનું વેતન ઘટ્યુ અથવા નોકરી જઈ રહી છે; 7 વર્ષ બાદ જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ડોમેસ્ટીક પેસેન્જર સૌથી ઓછા નોંધાયા
post

આ વર્ષ જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 3.72 કરોડ ડોમેસ્ટીક પેસેન્જર્સે યાત્રા કરી, આ અગાઉ 2013માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 3.58 કરોડ પેસેન્જર્સ આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 11:24:16

માર્ચ મહિનામાં જ્યારે દેશમાં કોરોના વાઈરસના કેસ વધવાની શરૂઆત થઈ ત્યારે સરકારે સૌથી પહેલા વિઝા સસ્પેન્ડ કર્યાં હતા. ત્યારબાદ 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા અને 25 માર્ચથી ઘરેલુ ઉડ્ડયન સેવાને બંધ કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા તો હજુ પણ બંધ છે પણ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. ફ્લાઈટ શરૂ થયા બાદ પણ પેસેન્જર્સ આવી રહ્યા નછી. કારણ કે તેમને સતત ડર લાગી રહ્યો છે. આંકડા પણ આ બાબતને સાબિત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 7 વર્ષમાં આ પ્રથમ વખત છે કે જ્યારે દેશમાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ડોમેસ્ટીક પેસેન્જર્સની સંખ્યા સૌથી ઓછી રહી છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની આંકડાકીય માહિતી પ્રમાણે આ વર્ષ જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 3.72 કરોડ ડોમેસ્ટીક પેસેન્જર્સે હવાઈ યાત્રા કરી. આ પૈકી 2013માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 3.58 કરોડ પેસેન્જર્સ આવ્યા હતા. DGCAની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી દર્શાવે છે કે આ વર્ષ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ડોમેસ્ટીક પેસેન્જરની સંખ્યા 3.29 કરોડથી થોડી વધારે રહી હતી. એપ્રિલમાં તો ફ્લાઈટ સંપૂર્ણપણે બંધ કર્યો હતો. મે મહિનામાં ફ્લાઈટ્સ શરૂ થઈ તો ગઈ પણ ત્યારબાદ જુલાઈ સુધી ત્રણ મહિનામાં ફક્ત 45 લાખની આજુબાજુ જ ડોમેસ્ટીક પેસેન્જર્સ આવ્યા હતા.

આપણા દેશમાં પ્રત્યેક વર્ષ આશરે 14 કરોડ ડોમેસ્ટીક અને 6 કરોડ ઈન્ટરનેશનલ પેસેન્જર્સ હવાઈ યાત્રા કરે છે. જોકે, કોરોના વાઈરસને લીધે એવિએશન ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલને 2020થી 2022 વચ્ચે ઈન્ડિયન એરલાયન્સ કંપનીઓના 1.3 લાખ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થવાનો અંદાજ છે.

નિષ્ણાતો પણ આ વાત તરફ ઈશારો કરે છે. એર ઈન્ડિયાના ભૂતપુર્વ ચીફ કો-ઓર્ડિનેટર તથા એવિએશન એક્સપર્ટ હર્ષવર્ધન માને છે કે દેશની એવિએશન ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ 4થી 5 વર્ષ અગાઉ સુધી સુધારાની કોઈ શક્યતા નથી. તે કહે છે કે એક વર્ષમાં જ ઓછામાં ઓછા ઈન્ડસ્ટ્રીઝને 90 હજાર કરોડ રૂપિયાની આવક નુકસાન તથા 35 થી 40 હજાર કરોડ રૂપિયાના ચોખ્ખા નુકસાનનો ડર છે. આ ઉપરાંત એરપોર્ટ, સપોર્ટ સ્ટાફ, સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના નુકસાન ઉપરાંત એકંદરે પેસેન્જર્સની ઓછી સંખ્યા અંગે હર્ષવર્ધન કહે છે કે હજુ પણ સરકાર લોકોમાં એટલો વિશ્વાસ સ્થાપિત કરી શકી નથી કે તેમની હવાઈ યાત્રા સુરક્ષિત છે. લોકોને હજુ પણ ડર લાગે છે. સ્ટાફ પણ ડરે છે.

એરલાયન કંપનીઓ પહેલાથી જ ખોટમાં ચાલી રહી છે
આપણા દેશમાં એરલાયન કંપનીઓને મળેલી રાહત હંમેશા એટલી સારી રહી નથી. કંપનીઓ શરૂ તો થઈ જાય છે, પરંતુ પછી તેણે દર વર્ષે ખોટ ઉઠાવવી પડે છે અથવા તો લોન અને ખોટના કારણે બંધ થઈ જાય છે. જેટ એરવેજ અને કિંગફિશર એરલાયન્સ તેનું ઉદાહરણ છે. જ્યારે સરકારી કંપની એર ઈન્ડિયા વેચાવાની અણી પણ છે. પરંતુ કોઈ ખરીદનાર નથી.

આ વર્ષે લોકસભામાં 19 માર્ચના રોજ એરલાયન કંપનીઓને મળેલી રાહતને લઈને સવાલ કરાયા કરાયા હતા. તેના જવાબમાં સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે 2018-19માં એરલાયન કંપનીઓને 7087 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે 2017-18માં કંપનીઓને 913 કરોડ રૂપિયાનો લાભ થયો હતો. સૌથી વધારે નુકસાનમાં સરકારી કંપની એર ઈન્ડિયા રહી છ. એર ઈન્ડિયાને 4178 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસને 459 કરોડ અને એરલાયન્સ એરને 308 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું હતું.

આ વખતે એવિએશન એક્સપર્ટ કહે છે કે આપણા દેશમાં એરલાયન કંપનીઓની રાહત ઘણી ખરાબ છે. કંઈ કંપની ક્યારે બંધ થઈ જશે કોઈ કહી શકતું નથી. એટલા માટે એક્સપર્ટ સરકારને જવાબદાર માને છે.

હર્ષવર્ધને કહ્યું હતું કે ચીનથી કોરોના શરૂ થયો, ત્યાંની સરકારે તમામ એરલાયન કંપનીઓને નાણાકીય મદદ કરી. કંપનીઓને કહી દીધું કે તેમનું નુકસાન સરકાર ઉઠાવશે. અમેરિકાએ 1.5 લાખ કરોડ રૂપિયાની મદદ કરી છે. જર્મનીએ 80 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. પરંતુ આપણી સરકારે કોઈ મદદ કરી નથી. કંપનીઓને તેઓની સ્થિતિ ઉપર છોડી દીધી છે. IATAના ડેટા કહે છે કે ભારતમાં 2019માં એરલાયન કંપનીઓની ટિકિટોના વેચાણથી 1.72 લાખ કરોડ રૂપિયા રેવન્યૂ મળ્યું હતું. તેની સરખામણીમાં સરકારે કોઈ મદદ કરી નહતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post