• Home
  • News
  • PM મોદીને ગિફ્ટમાં મેસ્સીની જર્સી મળી:આર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપની YPFના ચેરમેને બેંગલુરુમાં ભેટ આપી
post

PM મોદીએ મેસ્સીને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:26:03

વડાપ્રધાન મોદીને સોમવારે ખાસ ભેટ મળી છે. આર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપનીના ચેરમેન પાબ્લો ગોન્ઝાલેઝે સોમવારે ઈન્ડિયા એનર્જી વીકના અવસર પર PM મોદીને મેસ્સીની જર્સી ભેટમાં આપી હતી.

PM મોદીએ મેસ્સીને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા
ફિફા વર્લ્ડ કપ ફાઈનલ બાદ PM મોદીએ લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાની ટીમને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે 'FIFA ફાઈનલ 2022ને અત્યાર સુધીની સૌથી રોમાંચક ફૂટબોલ મેચમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ચેમ્પિયનનો તાજ પહેરાવવા બદલ અભિનંદન! તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો આ જીતથી ખુશ છે.'

ફાઈનલમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી
FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી પર 4-2થી હરાવ્યું હતું. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને ટીમ 2-2ની બરાબરી પર હતી. એક્સ્ટ્રા ટાઇમ બાદ મેચ 3-3ની બરાબર પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ ફાઈનલમાં બે ગોલ કર્યા હતા. તો, ફ્રાંસ તરફથી કાઇલિયન એમબાપ્પેએ હેટ્રિક ફટકારી હતી.

PM મોદી એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન, PM મોદીએ ભારતમાં એનર્જી ડિમાન્ડના મુદ્દા વિશે વાત કરી હતી. તેમણે એનર્જી સેક્ટરના વૃદ્ધિ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે 'આજે ભારત ઊર્જા ક્ષેત્રે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.'

adv

Related News

post
post
post
post
post
post
post