• Home
  • News
  • અમેરિકાના કેલિફોર્નિયામાં પોપીનાં ફૂલો ખીલ્યાં, લૉકડાઉનના કારણે દૃશ્યનું લાઈવસ્ટ્રીમિંગ કરાશે
post

લૉકડાઉનના કારણે પ્રતિબંધ, વેબકેમના માધ્યમથી પર્યટકો સુંદરતા નિહાળી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 09:04:33

લેન્કેસ્ટર: અમેરિકાના કેલિફોર્નિયામાં એન્ટિલોપ વેલીમાં સૌથી વધુ ચર્ચિત પોપી ફૂલો(વસંતનાં ફૂલો)ની વાદીઓ ફરી ખીલી ઊઠી છે. તેને સુપર બ્લૂમ(વસંત બહાર) પણ કહેવાય છે. પણ કોરોના વાઇરસના કારણે દેશના તમામ નેશનલ પાર્ક બંધ કરી દેવાયા છે. લોકો ઘરે બેસીને પ્રકૃતિથી નજીકતા અનુભવી શકે એટલા માટે સ્થાનિક તંત્રએ આ વખતે લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે.  પાર્કમાં નક્કી અંતરે રોલિંગ વેબકેમ લગાવાયા છે જેથી અલગ અલગ જગ્યાએથી ફૂલોની સુંદરતા દેખાઈ શકે. 


ચાલુ વર્ષે એપ્રિલમાં 2.22 ઈંચ વરસાદને કારણે ફૂલો વધ્યાં
પાર્કના રેન્જર કેવિન ઓવરડ્યૂન અનુસાર લોકો દરરોજ પર્વતોના બદલાતા રંગ જોઈ શકશે. તેમણે જણાવ્યું કે માર્ચના અંતથી આ ફૂલો ખીલવાની શરૂઆત થાય છે, તાપમાન વધવાની સાથે તેની સિઝન પણ પતી જાય છે. ચાલુ વર્ષે એપ્રિલમાં 2.22 ઈંચ વરસાદને કારણે ફૂલો વધ્યાં છે. માટે ખીણ વધારે નારંગી દેખાય છે. દેશ-વિદેશથી લાખો પર્યટકો આવે છે. કેલિફોર્નિયામાં કોરોનાથી અત્યાર સુધી 971 લોકો મૃત્યુ પામ્યા છે, 28 હજાર લોકો ચેપગ્રસ્ત થયા છે.


2019
માં અહીં 50 લાખ પર્યટકો આવ્યા હતા
કેલિફોર્નિયામાં પોપીનાં ફૂલ હવામાન અનુકૂળ હોવા પર જ ખીલે છે. ગત વર્ષ પહેલાં અહીં 2017માં પણ ફૂલ ખીલ્યાં હતાં, પણ સંખ્યા ઓછી હતી. ગત સિઝનમાં આ દૃશ્યને જોવાં 50 લાખ લોકો આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post