• Home
  • News
  • રશિયામાં કોરોનાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અટકાવવા રાષ્ટ્રપતિ પુતિન દેશમાં લશ્કર ગોઠવે તેવી શક્યતા
post

નિષ્ણાતોની ચિમકી-યુરોપના દેશોની તુલનામાં રશિયામાં કોરોના પ્રાથમિક તબક્કામાં હોઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:13:07

મોસ્કો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે જણાવ્યુ હતું કે દેશમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં તીવ્ર વધારો થયા બાદ દેશમાં આ મહામારીને અંકૂશમાં લેવા લશ્કરને ગોઠવવામાં  આવી શકે છે.  રશિયામાં સોમવારે 2,558 નવા કેસ આવ્યા હતા, જે કોઈ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ હતા. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 21,102 થઈ છે, મોસ્કોમાં તેની ગંભીર અસર જોવા મળે છે. રશિયામાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે 210 લોકોના મોત થયા છે.

અમે લગભગ દરરોજ પરિસ્થિતિમાં ફેરફાર થતો જોઈ રહ્યા છે અને, કમનસિબે આ ફેરફાર સારી સ્થિતિ માટે નથી, તેમ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યુ હતું.માંદા લોકોની સંખ્યા સતત વધી રહી છે, તેમ માંદગીના સાતમા સ્વરૂપના વધુને વધુ કેસનો સમાવેશ થાય છે. તેમણે એ બાબત તરફ પણ ઈશારો કર્યો હતો કે ઈટાલી જેવા અન્ય કેટલાક યુરોપના દેશોએ આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે લશ્કરનો ઉપયોગ કર્યો હતો.

ઈટાલી, સ્પેન અને ફ્રાંસની તુલનામાં રશિયામાં કોરોના પ્રાથમિક તબક્કામાં

અલબત ઈટાલી, સ્પેન અને ફાંસ જેવા યુરોપના અન્ય દેશોની તુલનામાં રશિયામાં મૃત્યુઆંક નીચો છે પણ નિષ્ણાતોએ એવી ચિમકી આપી છે કે રશિયામાં આ મહામારી પ્રાથમિક તબક્કામાં છે.


સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉનના પગલા ભરવામાં આવ્યા છે, જેમાં રાજધાની મોસ્કોનો પણ સમાવેશ થાય છે. લોકોને ઘરોની અંદર જ રહેવા કહેવામાં આવ્યુ છે. મોસ્કોમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેમાં લોકોને તેમનું ધર છોડવાની જરૂર હોય તેમને મંજૂરી આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post