• Home
  • News
  • ખાનગી એરલાઈન્સ ઉડ્ડયન મંત્રીની સલાહ માનતી નથી, એર ઇન્ડિયાએ બુકિંગ તત્કાળ બંધ કર્યું
post

વિસ્તારા એરલાઇન્સે કહ્યું કે હાલ મંત્રાલય તરફથી બુકિંગ ન કરવા કોઇ પરિપત્ર મળ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:59:43

નવી દિલ્હી: પ્રાઇવેટ એરલાઇન્સ હાલ ફ્લાઇટની ટિકિટ બુક ન કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રીની સલાહ માનવા તૈયાર નથી. તેઓ લૉકડાઉન ખતમ થયા પછીની એટલે કે 4 મેથી ટિકિટોનું બુકિંગ કરી રહી છે. પ્રાઇવેટ એરલાઇન્સનું કહેવું છે કે નાગરિક ઉડ્ડયન મંત્રીએ એડવાઇઝરી જારી કરી છે, કોઇ સ્પષ્ટ આદેશ નથી. આ સંદર્ભે ડીજીસીએએ કહ્યું કે એરલાઇન્સે એડવાઇઝરી માનવી જોઇએ. આ મામલે મીટિંગ કરીને ટૂંકમાં આદેશ જારી કરીશું.

ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે નિર્ણય નહીં
નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ શનિવારે ટિ્વટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અંગે હજુ કોઇ જ નિર્ણય લેવાયો નથી. તેથી એરલાઇન્સ સરકારના નિર્ણય પછી ટિકિટોનું બુકિંગ શરૂ કરે. ત્યાર બાદ સરકારી એરલાઇન એર ઇન્ડિયાએ બુકિંગ તત્કાળ બંધ કરી દીધું હતું પણ ખાનગી એરલાઇન્સે રવિવારે પણ બુકિંગ ચાલુ રાખ્યું.

3 મે પછીનું બુકિંગ ચાલુ
વિસ્તારા એરલાઇન્સે કહ્યું કે હાલ મંત્રાલય તરફથી બુકિંગ ન કરવા કોઇ પરિપત્ર મળ્યો નથી. પાછલા પરિપત્ર મુજબ 3 મે સુધી ફ્લાઇટ્સ બંધ રાખવાનો આદેશ છે, જેથી તે પછીના બુકિંગ કરી રહ્યા છીએ. એર એશિયાએ જણાવ્યું કે 3 મે પછી ફ્લાઇટ્સ રોકવાનો મંત્રાલય કે ડીજીસીએ તરફથી કોઇ આદેશ કરાયો ન હોવાથી બુકિંગ રોક્યું નથી, આદેશ મળતાં જ બુકિંગ રોકી દઇશું. ગો-એરએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રીના ટિ્વટથી એ સ્પષ્ટ નથી થતું કે બુકિંગ ક્યારથી શરૂ કરવાનું છે? હાલ અગાઉના આદેશ પ્રમાણે બુકિંગ કરી રહ્યા છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post