• Home
  • News
  • આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું
post

કોલસા ઉદ્યોગનો વિકાસ દર ગત વર્ષની સમાન અવધીના 9.1 ટકાની તુલનામાં ઘટી 4.1 ટકા આવી ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 11:22:33

નવી દિલ્હી:  દેશના આઠ મુખ્ય ઉદ્યોગો (કોર સેક્ટર)નું ઉત્પાદન માર્ચ મહિનામાં 6.5 ટકા ઘટી ગયું છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં કોર સેક્ટરનું ઉત્પાદન 11 મહિનાની ઉંચી સપાટી પર હતું. કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે સરકારે 24 માર્ચના રોજ દેશમાં લોકડાઉન લાગૂ કર્યું છે. ઉદ્યોગ ધંધા ઓછી ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. 24 માર્ચ અગાઉ અનેક રાજ્યોએ લોકડાઉન લગાવવાની શરૂઆત કરી હતી. માર્ચ, 2019માં આઠ મુખ્ય ઉદ્યોગના ઉત્પાદનમાં 5.8 ટકા વધારો નોંધાવ્યો હતો.

કોલસા ઉદ્યોગનો વિકાસ દર 9.1 ટકાથી ઘટી 4.1 ટકા થયો

ઉદ્યોગ વિભાગ દ્વારા ગુરુવારે જારી આંકડા પ્રમાણે ફક્ત કોલસા ઉદ્યોગનું ઉત્પાદન ગયા મહિને વૃદ્ધિ નોંધાવી હતી. પણ કોલસા ઉદ્યોગના ઉત્પાદનનો વિકાસ દર પણ આ અવધિમાં ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં 9.1 ટકાથી ઘટી 4.1 ટકા પર આવી ગયો છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)માં જે ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમના કોર સેક્ટરના 8 ઉદ્યોગનું 40.27 ટકા યોગદાન છે. ગત વર્ષ સંપૂર્ણ 12 મહિનામાં કોર સેક્ટરના ઉદ્યોગનો સમગ્ર વિકાસ દર માંડ 0.6 ટકા હતો, જે તેના એક વર્ષ અગાઉ 4.4 ટકા હતો.

કોર સેક્ટરમાં સિમેન્ટ ઉદ્યોગનું ઉત્પાદન

માર્ચ મહિનામાં સૌથી વધારે 24.70 ટકા ઘટ્યું

સિમેન્ટઃ -24.7 %

કુદરતી ગેસ : -15.2 %

સ્ટીલ : - 13 %

ખાતર : -11.9 %

વીજળી : -7.2 %

કાચુ તેલ : -5.5 %

રિફાઈનરી ઉત્પાદન: -0.5 %

કોલસા : +4.1 %

 

adv

Related News

post
post
post
post
post
post
post