• Home
  • News
  • વિદેશી શાકભાજીથી નફો:રાજકોટમાં યુરોપિયન દેશોના એક્સોટિક શાકભાજીનું વાવેતર, ઉત્પાદન ખર્ચ 20 હજારનો, આવક દોઢ લાખ જેટલી
post

એક્સોટિક શાકભાજીમાં પર્પલ ફ્લાવર, થાય બેસિલ, બ્રોકલી, લેટ્યુસ સહિતનાનો સમાવેશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 10:52:54

રાજકોટ: વિદેશમાં થતાં શાકભાજીનું વાવેતર ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લેવલ પર કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. વિદેશમાં થતાં કેટલાક શાકભાજીની આપણા દેશમાં પણ ધૂમ માંગ વધી છે. ત્યારે કેટલાક લોકો વિદેશથી શાકભાજી આયાત કરે છે, પરંતુ ભારત દેશના સતત પ્રયત્નશીલ ખેડૂતો સંશોધન કરી વિદેશી શાકભાજીનું વાવેતર ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે કરવા લાગ્યા છે. એક્સોટિક શાકભાજીનું ચલણ વધતું જાય છે. હોટેલ - રેસ્ટોરાંમાં વિવિધ પ્રકારના શાકમાં એક્સોટિક શાકભાજીનું પ્રમાણ ઉમેરવા પર આકર્ષક અને સ્વાદિષ્ટ બને છે.

એક્સોટિક શાકભાજીના વાવેતરથી ખેડૂતોએ સારી આવક ​​​​​​​મેળવી
એક્સોટિક શાકભાજીનું રાજકોટ જિલ્લામાં ખેડૂતો પણ વાવેતર કરવા લાગ્યા છે. પર્પલ ફ્લાવર, થાય બેસિલ, બ્રોકલી, ગ્રીન કેલે, લેટ્યુસ, અમેરિકન રેડ કેલે, નોન કોલ, ઝુકીની યલો - ગ્રીન જેવા શાકભાજીનું મોટા ભાગે રશિયા, અમેરિકા તથા યુરોપિયન દેશોમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે સંશોધન થકી રાજકોટના ખેડૂતો પણ આ શાકભાજીનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે.

શિયાળામાં પાકનું વાવેતર થાય છે
રાજકોટથી માત્ર 12 કિમીના અંતરે આવેલા આણંદપર ગામ ખાતે ખેતી કરતા વિશાલ જેસડિયાના જણાવ્યા અનુસાર, એક્સોટિક શાકભાજીનું વાવેતર કરવામાં પ્રતિ વીઘામાં રૂ. 20 હજાર જેટલો ખર્ચ થાય છે જ્યારે તેની સામે રૂ. દોઢ લાખ જેટલી આવક મળે છે. સામાન્ય રીતે આ પાકનું વાવેતર શિયાળા દરમિયાન કરવામાં આવે છે. જેનું વેચાણ અત્યારે રાજકોટ, અમદાવાદ ખાતે મોટા ભાગે હોટેલ - રેસ્ટોરાંમાં કરવામાં આવે છે.

અહીં વાવેતર ન થવાનું મુખ્ય કારણ ઓછી જાગૃતિ
વિદેશી શાકભાજીનું ભારતમાં નાસિક, હિમાચલ પ્રદેશ બાજુના વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. વિશાલ જેસડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં ઓછું ઉત્પાદન થતું હોવાનું કારણ ખેડૂતોની ઓછી જાગૃતતા અને હવામાનની અનુકૂળતા છે.

ગલ્ફ દેશોમાં આ શાકભાજીની ધૂમ માંગ
વિશાલ જેસડિયાના જણાવ્યા અનુસાર, ગલ્ફ દેશોમાં શાકભાજી પણ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, ત્યારે આવતા દિવસોમાં તે દેશોમાં પણ એક્સોટિક શાકભાજીની માંગ વધુ હોવાથી નિકાસ કરવામાં આવે તો હજુ વધુ આવક મેળવી શકાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post