પ્રથમ ક્વાર્ટરમાં સરકારી કંપનીઓનો નફો 45.5% અને ખાનગી કંપનીઓના નફામાં 29.5% ઘટ્યો
નવી દિલ્હી: કોરોના વાયરસ રોગચાળાને કારણે 2020ના પ્રથમ ત્રિમાસિક
ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) ચીનની મોટી ઔદ્યોગિક કંપનીઓના નફામાં તીવ્ર ઘટાડો
નોંધાયો હતો. સોમવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન આ
કંપનીઓના નફામાં વાર્ષિક ધોરણે સરેરાશ 36.7%નો ઘટાડો થયો છે. નેશનલ બ્યુરો
ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)
દ્વારા
જારી કરવામાં આવેલા ડેટામાં જણાવાયું છે કે આ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં
781.45 અબજ યુઆન (110.43 અબજ ડોલર) નો ચોખ્ખો નફો
નોંધાવ્યો છે.
જાન્યુઆરી,ફેબ્રુઆરીમાં બિઝનેસમાં
સૌથી વધુ અસર થઈ
NBSના
મતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કંપનીઓના ચોખ્ખા નફામાં 38.3%નો ઘટાડો થયો છે.
માર્ચમાં આ કંપનીઓના ચોખ્ખા નફામાં 34.9%નો ઘટાડો થયો છે. આનો અર્થ એ
છે કે માર્ચમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. રોગચાળાને રોકવા માટે લોકડાઉન
પૂર્વે, ડિસેમ્બર 2019માં ચીનની ઔદ્યોગિક
કંપનીઓએ ચોખ્ખા નફામાં 6.3%નો ઘટાડો નોંધાવ્યો હતો.
વર્ષ 2019
ના
આખા વર્ષ માટે આ કંપનીઓની નફામાં 3.3%નો ઘટાડો થયો છે.
41માંથી 39 ક્ષેત્રોના ચોખ્ખા
નફામાં ઘટાડો
NBSની
યાદીમાં 41
ઔદ્યોગિક
ક્ષેત્રોની છે. તેમાંથી 39
સેક્ટરમાં
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, બાકીના બે ક્ષેત્રે આ સમયગાળા
દરમિયાન વેગ પકડ્યો હતો. સરકારી કંપનીઓ કરતા ખાનગી કંપનીઓએ થોડું સારું પ્રદર્શન
કર્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં સરકારી કંપનીઓના નફામાં 45.5%નો ઘટાડો થયો છે. ખાનગી
કંપનીઓમાં નફામાં 29.5%નો ઘટાડો જોવા મળ્યો
હતો.
તેલ, કોલસો અને અન્ય બળતણ
ઉદ્યોગની હાલત સૌથી ખરાબ છે
કોરોનાથી
સૌથી વધુ પ્રભાવિત ઉદ્યોગોમાં તેલ, કોલસો અને અન્ય બળતણ ઉદ્યોગો (-187%), મશીન અને ઉપકરણોના
સમારકામ ઉદ્યોગ (-84.3%),
ઓટોમેશન
(-80.2%),
રાસાયણિક
ઉદ્યોગ (-56.5%),
કાપડ
(-38.8%),
ખાદ્ય
ઉત્પાદન (-27.4%)
અને
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો (-15.7%)
શામેલ
છે. બીજી તરફ તમાકુ ઉદ્યોગમાં 28.5%નો વધારો થયો છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગના
લાભમાં પણ 11.2%નો વધારો થયો છે. NBSના નિષ્ણાત ઝાંગ વેહુઆએ
જણાવ્યું હતું કે ધંધો વધી રહ્યો છે. માર્ચમાં વિશ્લેષિત 41 કંપનીઓમાંથી 28 કંપનીના આંકડા પહેલા બે
મહિના કરતા આ વર્ષે વધુ સારા હોવાનું જાણવા મળ્યું છે.