• Home
  • News
  • રિપબ્લિક ડે પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન ભરી, 55 વર્ષના ઈતિહાસમાં ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:25:18

રાજપથ પર રિપબ્લિક ડે પરેડ થઈ. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. પરેડ દરમિયાન બે વાત ખાસ રહી. પ્રથમ- બાંગ્લાદેશની ટુકડીએ પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો. બીજી વાત- ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર જેટે પણ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો. જોકે કોરોનાના કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ ગઈ.

55 વર્ષમાં પ્રથમ વખત એવું થયું કે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા. આ પહેલા ભારતમાં 1952, 1953 અને 1966માં પણ ગણતંત્ર દિવસ પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.

ઝાંખીઓ

રાજપથ પર ઝાંખીઓમાં સૌથી પહેલી ઝાંખી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની બતાવવામાં આવી હતી. આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી હતી. આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી હતી.

વાયુસેનાનું શક્તિપ્રદર્શન
રાજપથ પર પેરામિલિટ્રી અને અન્ય સહાયક દળોએ પરેડ કાઢી હતી. આ દરમિયાન તટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, દિલ્હી પોલીસની બેન્ડ, ભારત-તિબેટ સીમા પોલીસના બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની તાકાત દેખાડી હતી.

ડિજિટલ ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની થીમ
રાજ્યો પછી કેન્દ્રીય મંત્રાલાયોની ઝાંખીનો નંબર હતો. આઈટી મંત્રાલય ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજિટલ ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની થીમ દર્શાવવામાં આવી હતી. ઝાંખીમાં AI રોબોટનું 3D મોડલ દર્શાવવામાં આવ્યું હતું. જે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિજિટલ ક્રાંતિને દર્શાવે છે.

બાંગ્લાદેશની સૈનિક ટુકડી પરેડનું આકર્ષણ
72
મી ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટુકડી રહી હતી. એનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું હતું. બાંગ્લાદેશની સૈનિક ટુકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો હતા. આ ટુકડીમાં કુલ 122 જવાન સામેલ હતા.

PMએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ભારતીય સેનાની ટેન્ક ટી-90ને સેનામાં ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
ગણતંત્ર દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. દર વખતે ગણતંત્ર દિવસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post