• Home
  • News
  • કુમાર વિશ્વાસની જુબાની / રાહત ઈંદોરીની કહાનીઃ રાહત સાહેબ હિન્દુસ્તાની હોવા પર ગર્વ અનુભવતા, તેઓ હિન્દી-ઉર્દુ સાહિત્ય વચ્ચે એક મજબૂત પુલ હતા
post

રાહત ભાઈ બિંદાસ્ત, ઈન્દોરી હોવા, શાયર હોવા તથા આ તમામથી વિશેષ હિન્દુસ્તાની હોવા બદલ આજીવન તેમનો ફેન રહ્યો છું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 09:15:03

જાણીતા શાયર રાહત ઈંદોરીનું મૃત્યુ થયુ છે. કાર્ડિયાક એરેસ્ટને લીધે તેમનું મંગળવારે ઈંદોરમાં અવસાન થયુ હતું. તેમને ન્યુમોનિયા તથા કોરોના પણ હતો. જાણીતા કવિ કુમાર વિશ્વાસે રાહત ઈંદોરી સાહેબને કંઈક આ રીતે યાદ કર્યાં....

રાહત ઈંદોરીજીની વિદાય જાણે કલંદરનું જવું છે. સેંકડો યાત્રાઓ, મંચ અને નેપથ્ય સાથે મે તેમને એક બેખૌફ ફકીર જોયા હતા. એવી પરંપરા કે જે કબીરથી લઈ બાબા નાગાર્જુન સુધી પહોંચે છે. રાહત ભાઈ હિન્દી-ઉર્દુ સાહિત્ય વચ્ચે સૌથી મજબૂત પૂલ હતો. મારી યાદમાં મે કોઈ શાયરને મકબૂલિયતના આ ઉરુજ પર જોયા નથી. જેટલા તેઓ હતા. તેમની અંદર હિન્દુસ્તાનિયતનો એ જાદૂ હતો કે જે હિન્દી કવિ-સમ્મેલનોમાં પણ તેમને આ જ મુકામ હાંસલ થતો હતો કે જે ઉર્દુ મુશાયરોમાં હતો.

રાહત ભાઈ બિંદાસ્ત, ઈન્દોરી હોવા, શાયર હોવા તથા આ તમામથી વિશેષ હિન્દુસ્તાની હોવા બદલ આજીવન તેમનો ફેન રહ્યો છું. છેલ્લા 20 વર્ષમાં ભાગ્યેજ કોઈ હમસફરને તેમના સફરનો સાથ મળ્યો હોય કે જેટલો મને મળ્યો હતો. વિશ્વભરની યાત્રામાં મજબૂત રીતે હિન્દુસ્તાનિયતને સાથે લઈ ચાલ્યા હતા તે તેમની શાયરીમાં, અદામાં તથા ચહેરા પર તેની ચમક જોવા મળતી હતી.

બહેરીનની એક મહેફિલમાં કે જ્યાં હિન્દુસ્તાન અને પાકિસ્તાન બન્નેના સ્રોતા લગભગ સરખી સંખ્યામાં હતા. ત્યાં મોડે સુધી તાલીઓના અવાજ વચ્ચે રાહત ભાઈએ જ્યારે તેમની જગલ રજૂ કરી '' મે જબ મર જાઉ તો મેરી અલગ પહેંચાન લીખ દેના, લહૂ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના. તો મહેફિસના એક ખાસ ભાગમાંથી એક અવાજ આવ્યો-રાહતભાઈ કમ સે કમ ગજલને તો દેશોના સંબંધથી બહાર રાખો.

તેમના સમર્થનમાં કેટલીક તાલી વાગી તો કેટલાક લોકોએ વિરોધ કર્યો. તાલીઓના શોર વચ્ચે પરિસ્થિતિની પોતાની હાથમાં લેવાનો પ્રયત્ન કરતા મને મૌન રહેવાનો ઈશારો કરવામાં આવ્યો અને શાયરીના અંદાજમાં કહ્યું-'હિન્દુસ્તાન કે એક અલગ હુએ ટુકડે કે બિછડે ભાઈ, જયા યે શેર ભી સુનો-એ જમીં, ઈક રોજ તેરી ખાક મેં ખો જાયેંગે, સો જાયેંગે મર કે ભી, રિશ્તા નહીં તૂટેગા હિંદુસ્તાન સે, ઈમાન સે.

ખરો ખેલાડી એ નથી કે જેને રમતા આવડે છે, પણ તે છે કે જેને મેદાનની સમજ આવે છે. તેને ખબર હતી કે મહેફિલમાં કયા અશઆર સંભળાવવાના છે. જ્યારે ગમે ત્યારે આઈઆઈટી કે અન્ય કોલેજોમાં કાર્યક્રમ હોય ત્યારે શરારતી અશઆર ઉપરાંત પરસ્પરના પ્રેમ તથા ભાઈચારો ફેલાવે તેવા શેર જેવા કે ફૂલોની દુકાનો ખોલો, ખુશબુનો વ્યાપાર કરો-ઈશ્ક ખતા હૈ, તો યે ખતા એક બાર નહીં, સૌ બાર કરો, જેવા શેર ચોક્કસપણે સંભળવા મળતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post