• Home
  • News
  • વિરાટ કોહલીના નિશાના પર રાહુલ દ્રવિડનો શાનદાર રેકોર્ડ, WTC ફાઇનલમાં તૂટી શકે છે આ 4 રેકોર્ડ!
post

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન ખેલાડી સર વિવિયન રિચાર્ડ્સનો રેકોર્ડ તોડવાની તક

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-05 19:38:34

WTC 2023ની ફાઈનલ મેચમાં ઘણાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટવાના છે. આ મેચમાં જયારે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ઉતરશે ત્યારે ઘણાં રેકોર્ડ તૂટવાની આશા છે. પહેલો રેકોર્ડ કોહલીના ગુરુ રાહુલ દ્રવિડનો છે. હાલ કોહલી શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક માટે કોહલીને રોકવો પડકારરૂપ રહેશે. કોહલી આ ફાઈનલ મેચમાં ચાર રેકોર્ડ તોડી શકે છે,

સર વિવિયન રિચાર્ડ્સનો રેકોર્ડ

વિરાટ કોહલીએ અત્યાર સુધી 108 ટેસ્ટ મેચોમાં કુલ 8416 રન બનાવ્યા છે. જો વિરાટ WTC ફાઈનલ મેચમાં 125 રન બનાવી લે છે તો તે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન અને પોતાના ફેવરેટ ખેલાડીઓમાંથી એક સર વિવિયન રિચાર્ડ્સના 8540 રનના રેકોર્ડને તોડી દેશે.

વીરેન્દ્ર સેહવાગને 171 રન બનાવતા જ પાછળ છોડી દેશે

વિરાટ પાસે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના ટેસ્ટ રનને પાર કરવાની પણ શાનદાર તક હશે. સેહવાગના ટેસ્ટ ક્રિકેટમાં 8586 રન છે. કોહલીને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીને પાછળ છોડવા માટે 171 રન બનાવવાની જરૂર છે.

રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને વટાવી શકે છે

WTC ફાઇનલમાં વિરાટ પાસે ઓસ્ટ્રેલિયા સામે રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને પાછળ છોડવાની તક છે. દ્રવિડ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક છે. ઓસ્ટ્રેલિયા સામે દ્રવિડે 60 ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા જેમાં બે સદી અને 13 ફિફ્ટી સામેલ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 42 ઇનિંગ્સમાં 1979 રન બનાવ્યા છે. દ્રવિડનો રેકોર્ડ તોડવા માટે તેને 164 રન બનાવવા પડશે.

વિરાટ સાથે સ્મિથની નજર પણ આ રેકોર્ડ પર

માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની નજર ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં રિકી પોન્ટિંગના આઠ સદીના રેકોર્ડને તોડવા પર હશે. કોહલી, સ્મિથ અને સુનીલ ગાવસ્કરની સાથે પોન્ટિંગ આ લિસ્ટમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 11 સદી સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. જો કોહલી અને સ્મિથ સદી ફટકારે છે તો આ લિસ્ટમાં તેઓ સચિન પછી બીજા નંબર પર પહોંચી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post