• Home
  • News
  • રાહુલનું મોદી સરકાર પર નિશાન:કોંગ્રેસ નેતાએ કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે, અસત્યાગ્રહી તેનો દોષ ઈશ્વરને આપી રહ્યાં છે
post

રાહુલે કહ્યું- નોટબંધી, GST અને લોકડાઉન અર્થવ્યવસ્થા પર હુમલાના 3 મોટા ઉદાહરણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:29:00

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈકોનોમિને લઈને સરકાર પર નિશાન સાધવા માટે વીડિયો સીરિઝ શરૂ કરી છે. ટ્વિટર પર પ્રથમ વીડિયો શેર કરતા રાહુલે સોમવારે કહ્યું કે જે આર્થિક મુશ્કેલી દેશ સહન કરી રહ્યો છે, તેના સત્યની આજે પુષ્ટિ થઈ જશે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. અસત્યાગ્રહી તેનો દોષ ઈશ્વરને આપી રહ્યાં છે.

3.38 મિનિટનો વીડિયો.
વડાપ્રધાનને સરકાર ચલાવવા માટે મીડિયાની જરૂરિયાત છે. મીડિયા-માર્કેટિંગ 15-20 લોકો કરે છે. ઈનફોર્મલ સેક્ટરમાં લાખો કરોડ રૂપિયા છે. આ સેકટરને તોડીને આ લોકો પૈસા લેવા માંગે છે. તેનું પરિણામ એ આવશે કે હિન્દુસ્તાન રોજગાર પેદા કરી શકશે નહિ, કારણ કે ઈનફોર્મલ સેક્ટર 90 ટકાથી વધુ રોજગાર આપે છે.

રાહુલ ગાંધીએ બહાર પાડ્યો પ્રોમો
ટ્વિટર પર મૂકવામાં આવેલ વીડિયો સીરિઝના પ્રોમોમાં રાહુલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે. પ્રોમોમાં તેઓ એ વાત કહેતા દેખાઈ રહ્યાં છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે. તેમાં રાહુલે નોટબંધી, GST અને લોકડાઉન જેવા નિર્ણયોને લઈને મોદી સરકારને ઘેરી છે.

તાજેતરમાં જ એક વીડિયો બહાર પાડીને સરકારને ચેતવી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કોરોના અને દેશની આર્થિક સ્થિતિને લઈને સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે દેશને એટલું બધુ નુકસાન થઈ રહ્યું છે કે અગામી 5-6 મહિના સુધી ભારત યુવાઓને રોજગાર આપી શકશે નહિ. આ પહેલા એક વીડિયો બહાર પાડીને રાહુલે કહ્યું હતું કે તેમની આ ચેતવણી સાચી સાબિત થશે.

વડાપ્રધાન પર સાધ્યું હતું નિશાન
રાહુલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લાગવ્યા હતા. એક વાત સમજવી પડશે કે હિન્દુસ્તાનને 90 ટકા રોજગારી અસંગઠિત અર્થવ્યવસ્થા આપે છે. આ લોકો કોણ છે ? તેઓ મધ્યમ બિઝનેસ કરનાર લોકો, ખેડૂતો છે. આ સિસ્ટમને મોદીએ નષ્ટ કરી દીધી છે. નાશ કરી નાખ્યો છે. તમે જોજો જેવો આ મોરાટોરિયમ પીરિયડ ખત્મ થશે, એક પછી એક કંપનીઓનું પતન શરૂ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post