• Home
  • News
  • રાજીવ બજાજ અને બજાજ ઓટોના કર્મચારી કોરોના સામેની લડાઈમાં ઇમ્યુનિટી વધારવા હોમિયોપથી પર ભરોસો ધરાવે છે
post

બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ પહેલેથી હોમિયોપથી સારવારની તરફેણ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 08:45:22

મુંબઇ: બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ અને તેમની કંપનીના કર્મચારીઓ કોરોના વાઇરસ સામેના જંગમાં હોમ્યોપેથી પર ભરોસો કરી રહ્યા છે. તેઓ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે હોમ્યોપેથિક દવા કેમ્ફોરો 1એમનો ઉપયોગ કરી રહ્યા છે. રાજીવે મહામારીને રોકવા માટે હોમ્યોપેથી, આયુર્વેદ અને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહહિત નહીં કરવા અંગે સરકાર સામે સવાલ પણ ઉઠાવ્યા હતા.તેમણે સરકારને હોમ્યોપેથી દવાના ઉપયોગની પરવાનગી મળે તો રૂ. 650 કરોડ ખર્ચી દેશના 130 કરોડ નાગરિકોને મફત દવા આપવાની તૈયારી પણ બતાવી છે. રાજીવ સ્વભાવે બડબોલા છે. તેમણે ઘણી વખતે સરકારની નીતિઓની ટીકા પણ કરી છે. તાજેતરમાં તેમણે સરકારના લોકડાઉનના નિર્ણયની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય અર્થતંત્ર માટે યોગ્ય નહીં હોય, તેના બદલે સાવચેતી રાખી યુવાઓને કામ કરવા દેવાની વાત કરી હતી.


આશરે 10 હજાર લોકોએ જેલ્સીમિયમ દવા લીધી
રાજીવને તેમના ફેમિલી ડોક્ટર રાજન શંકરને હોમ્યોપેથીથી વાકેફ કરાયા હતા. 10 વર્ષ પહેલાં જ્યારે પુણેમાં સ્વાઇન ફ્લૂએ કેર વર્તાવ્યું હતું, ત્યારે ડૉ. રાજનના માર્ગદર્શમાં બજાજ સહિત આશરે 10 હજાર લોકોએ જેલ્સીમિયમ દવા લીધી હતી. જે લોકોએ આ દવા લીધી હતી, તેમને સ્વાઇન ફ્લૂના ચેપની અસર થઇ નહતી. રિપોર્ટ મુજબ ઇરાન, રોમાનિયા જેવા દેશોમાં કોરોનાના દર્દીઓને કેમ્ફોરા 1એમ જવા અપાઇ. જેના સારા પરિણામો પણ મળ્યા છે.


નીરજા બિરલાએ કોરોના મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન શરૂ કરી
ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાનાં પત્ની અને એમપાવરનાં ફાઉન્ડર અને ચેરપર્સન નીરજા કોરોના કાળમાં લોકોના મેન્ટલ આરોગ્યને સારી કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમણે બીએમસી અને રાજ્ય સરકાર સાથે મળી 3 એપ્રિલથી એક હેલ્પલાઇન શરૂ કરી છે. 24 કલાક કાર્યરત આ હેલ્પલાઇન પર ત્રણ ભાષામાં વાત કરી શકાય છે. નીરજા કહે છે કે આ હેલ્પલાઇન પર દરરોજ 40,000 કોલ આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post