• Home
  • News
  • રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ
post

દેશની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખરાબ, નાણાકીય નુકસાન ઓછામાં ઓછું થાય તેવા પ્રયત્નો- RBI ગર્વનર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:25:25

મુંબઈ: કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે. તેમણે કહ્યું કે ભારત માટે 1.9 ટકા GDP વૃદ્ધિનું IMFનુ અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે અને સાથે જ બેન્કોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય રિવર્સ રેપો રેટ 25 બેસિસ ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે તે 4થી ઘટીને 3.75 પોઈન્ટ થયો છે.

કોવિડ-19ના પગલે RBI ખૂબ જ સક્રિય

તેમણે કહ્યું કે કોવિડ-19ના પગલે આરબીઆઈ ખૂબ જ સક્રિય છે અને સ્થિતિની ખૂબ જ બારીકાઈથી નિરક્ષણ કરી રહી છે. કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર, નર્સ, સોશિયલ વર્કરોએ ખૂબ જ કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રી-મોનસૂન ખરીફની વાવણી આક્રમક કે ઝડપી રહી છે. ગત વર્ષેના એપ્રિલની સરખામણીમાં અનાજનો પાક 37 ટકા રહ્યો છે. 15 એપ્રિલે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે સામાન્ય દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું પૂર્વ અનુમાન કર્યું છે. 

27 માર્ચે RBIએ રાહત પેકેજની જાહેરાત કરી હતી

કોરોનાવાઈરસના સંકટ દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 27 માર્ચે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. સાથે જ કહ્યું હતું કે ટર્મ લોનના ઈએમઆઈ ચુકવવામાં 3 મહીનાની રાહત મળશે. કેશ રિઝર્વ રેશ્યો 1 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઈના આ પગલાથી સિસ્ટમમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધારવામાં મદદ મળવાનું અનુમાન છે.

અપડેટ્સ 

·         જી-20 દેશોમાં ભારતની અર્થવ્યવસ્થા સારીઃ RBI ગવર્નર

·         દેશની નાણાંકીય સ્થિતિ અગાઉ કરતા બગડી છેઃ ગવર્નર

·         ક્રુડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યાં છે

·         આ વર્ષે 1.9 ટકાના વિકાસ દરનું અનુમાન

·        દેશમાં અનાજની કોઈ કમી નથી

·         વિશ્વભરના દેશોમાં ભારે નુકસાન 

 

adv

Related News

post
post
post
post
post
post
post