• Home
  • News
  • પીએમ મોદી પાવરમાં છે ત્યારસુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં: શાહિદ આફ્રિદી
post

મુંબઈમાં 26/11/2008ના આંતકી હુમલા પછી બંને દેશ મોસ્ટલી ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 11:58:54

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 'ક્રિકેટ પાકિસ્તાન'ને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "જ્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી પાવરમાં છે, ત્યાર સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. મોદી પાવરમાં છે ત્યાર સુધી અમને ભારત તરફથી કોઈ રિસ્પોન્સ મળશે નહીં." આફ્રિદીએ શું ભારત-પાકિસ્તાનની બાઈલેટરલ સીરિઝ રમાશે કે નહીં તેના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.

તેણે કહ્યું કે, ભારત-પાકિસ્તાનના સંબંધ એક માણસના કારણે બગાડ્યા છે, અમારે તે જોઈતું નથી. બંને દેશના લોકો એકબીજાના દેશમાં ટ્રાવેલ કરવા માંગે છે. હું એ નથી સમજતો કે મોદીનું શું કરવું અને તેનું એજેન્ડા શું છે.

છેલ્લે 2013માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીરિઝ રમાઈ હતી
ભારત અને પાકિસ્તાન 2013થી કોઈપણ બાઈલેટરલ સીરિઝ રમ્યા નથી. 2013માં પાકિસ્તાનની ટીમ ત્રણ વનડેની સીરિઝ માટે ભારત આવી હતી. ભારતીય ટીમ છેલ્લે 2006માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં પાકિસ્તાન ગઈ હતી. મુંબઈમાં 26/11/2008ના આંતકી હુમલા પછી બંને દેશ મોસ્ટલી ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post