• Home
  • News
  • ડ્રગ રેકેટમાં તપાસ ઝડપથી કરવાની તૈયારી:રિયા, શોવિક અને ડ્રગ પેડલર્સ સાથેની પૂછપરછના આધારે NCBએ શંકાસ્પદ 24 લોકોનું લિસ્ટ બનાવ્યું, તેમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ
post

દિલ્હી અને ગોવામાં ડ્રગ્સના મોટા કન્સાઇન્મેન્ટ અનલોડ થાય છે, ત્યારબાદ પેડલર્સ મારફતે સપ્લાય થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:56:14

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા અને તેના ભાઈ શોવિક સહિત અમુક ડ્રગ પેડલર્સને NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ અરેસ્ટ કર્યા છે. NCB મુજબ, રિયા, શોવિક સિવાય અન્ય ચાર ડ્રગ પેડલર્સ સાથેની પૂછપરછના આધારે 24થી વધુ શંકાસ્પદોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ડ્રગ સિન્ડિકેટના કિંગપિન એટલે કે મોટા નામ, પેડલર્સ અને બોલિવૂડ સેલેબ્સ સામેલ છે. આ લોકો ગાંજાથી લઈને કોકેન પ્રોવાઈડ કરે છે. હવે NCB આ બધાને ઇન્ટરોગેટ કરવાની તૈયારી કરી રહી છે. પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવી શકે છે.

ડ્રગ સિન્ડિકેટમાં સામેલ લોકોનું લિસ્ટ પણ તૈયાર
રિયા, શોવિક સિવાય અન્ય ચાર ડ્રગ પેડલર્સ સાથેની પૂછપરછના આધારે NCB24થી વધુ લોકોનું લિસ્ટ બનાવ્યું છે જેના પર ડ્રગ સિન્ડિકેટમાં સામેલ હોવાની શંકા છે. તેમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ છે. NCB અનુસાર, રિયા અને શોવિક ડ્રગ સિન્ડિકેટના એક્ટિવ મેમ્બર્સ છે.

દિલ્હી અને ગોવામાં મોટા કન્સાઇન્મેન્ટ ઉતરે છે, કેનેડા સાથે તાર જોડાયેલા છે
2
સપ્ટેમ્બરના રોજ ડ્રગ ટ્રેફિકર ફયાઝ અહમદને NCBએ ગોવાથી અરેસ્ટ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, પૂછપરછમાં ફયાઝે પણ બોલિવૂડ અને ડ્રગ માફિયાને લઈને ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ ડ્રગ્સનું એક મોટું કન્સાઇન્મેન્ટ નવી દિલ્હીના ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યું હતું. તેને કેનેડામાં રહેતા દાન પટેલ નામના વ્યક્તિએ મોકલ્યું હતું. ફયાઝના જણાવ્યા મુજબ, સામાન્યરીતે ડ્રગ્સના મોટા કન્સાઇન્મેન્ટ દિલ્હી અથવા પછી ગોવામાં કૈલંગુટ- અંજુના રોડ સ્થિત એક દુકાન પર આવે છે. ત્યાંથી મુંબઈના એક્ટિવ પેડલર્સને મોકલવામાં આવે છે. એક ગ્રામ બડની કિંમત 5થી 6 હજાર રૂપિયા સુધીની હોય છે. તેનો ખુલાસો NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કર્યો હતો જેના પર રિયાનો કેસ હેન્ડલ કરવાની જવાબદારી છે.

અમેરિકામાં પણ રેકેટ પકડાયું, બોલિવૂડ કનેક્શન સામે આવ્યું હતું
સપ્ટેમ્બર 2019માં અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક ડ્રગ રેકેટને એક્સપોઝ કર્યું હતું. તે સમયે તેમાં ઇન્ડિયન કનેક્શન સામે આવ્યું હતું. આરોપ લાગ્યો હતો કે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક પૂર્વ સહયોગી અને ભારતની એક દવા કંપની પણ રેકેટમાં સામેલ છે. આ દવા કંપનીમાં મેન્ડ્રેક્સ અને એફેડ્રિન જેવા ડ્રગ બનાવવામાં આવતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post